For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુપોષણ સામેની લડતમાં પણ ગુજરાત આગળ : રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

Malnutrition
ગાંધીનગર, 6 માર્ચ : ગુજરાતમાં કુપોષણના પ્રમાણ મુદ્દે અત્યાર સુધી જયરામ રમેશથી માંડીને માર્કંડરાય કાત્જુ સુધીના સૌએ ગુજરાતને ડફણા મારવામાં કસર બાકી રાખી નથી. આ સામે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDS) અંગેનો અહેવાલ નોંધવાપાત્ર છે. આ રિપોર્ટ તમામ ભારતીય રાજ્યોમાં બાળકોમાં જોવા મળતા કુપોષણ અંગે કેન્દ્રિત છે. આ રિપોર્ટમાં યોજના કેટલી કારગત નીવડી છે તે અંગે છે. જેમાં કેટલીક બાબતો ખાસ નોંધપાત્ર અને રસપ્રદ બની છે.

ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વિગતોનો અભ્યાસ કર્યા બાદ31 માર્ચ, 2011 સુધીના આંકડાઓ લઇને કરવામાં આવેલા સર્વેક્ષણના તારણમાં જાણવા મળ્યું છે કે દરેક રાજ્યોમાં સુધારો જોવા મળ્યો છે. જોકે સૌથી વધારે સુધારો ગુજરાતમાં જોવા મળ્યો છે.

ખાનગી ક્ષેત્રને સાથે લઇને વિકાસની દિશામાં આગળ વધવાનું ગુજરાતનું મોડેલ માત્ર વિકાસકેન્દ્રીત અને માનવ વિકાસના નહીંવત સૂચકાંકોને ધ્યાનમાં રાખીને બનાવાયું હોવાને કારણે ઠેકઠેકાણે ટીકાનું કારણ બન્યું હતું. બાળ વિકાસની વાત કરવામાં આવે તો ગુજરાત રેંકિંગમાં મધ્યક્રમે આવે છે. આ બાબત નરેન્દ્ર મોદીના ટીકાકારો માટે ચાબખા સમાન છે કારણ કે તેઓ વિકાસ સામે બાળવિકાસને ઓછું મહત્વ આપવામાં આવ્યું હોવાનું કહેતા આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર ગુજરાત બાળ કુપોષણમાં સૌથી ખરાબ રાજ્યોની યાદીમાંથી બહાર છે. આ સામે ઊંચો વિકાસદર ધરાવતા રાજ્યો પણ પાછળ જોવા મળ્યા છે જેમાં આંધ્રપ્રદેશ (49 ટકા કુપોષણ), બિહાર (82 ટકા કુપોષણ), હરિયાણા (43 ટકા કુપોષણ), રાજસ્થાન (43 ટકા કુપોષણ) અને શીલા દીક્ષિતની દિલ્હીમાં (50 ટકા કુપોષણ) નોંધાયું છે.
જો કે આ સિવાયના અન્ય ઊંચા વિકાસદરવાળા રાજ્યોએ કુપોષણને નાથવામાં સારી કામગીરી કરી બતાવી છે. જેમ કે મહારાષ્ટ્રમાં સ્વસ્થ બાળકોનું પ્રમાણ 77 ટકા છે. મધ્યપ્રદેશમાં આ પ્રમાણ 72 ટકા અને ઉત્તરાખંડમાં આ પ્રમાણ 75 ટકા છે. પાછલા વર્ષોની ટકાવારીની વાત કરીએ તો 31 માર્ચ, 2007માં સમગ્ર દેશમાં કુપોષણથી પીડિત બાળકોનું સૌથી વધારે પ્રમાણ ગુજરાતમાં હતું. આ પ્રમાણ વર્ષ 2007માં 70.69 ટકા હતું. આ સામે રાષ્ટ્રીય સરેરાશ 50.1 ટકા હતી.
હવે વર્ષ 2011માં પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. કુપોષણ સામેની લડતમાં સૌથી સારો સુધીરો ગુજરાતમાં જ જોવા મળ્યો છે. ગુજરાતમાં કુપોષણ 38.77 ટકા ઘટ્યું છે. આ સાથે ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ 41.16 ટકાથી પણ સારી સ્થિતિમાં છે.

કેગના રિપોર્ટ અનુસાર દેશના છ રાજ્યોમાં કુપોષણની બાબતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગુજરાતમાં 71 ટકાથી ઘટીને 39 ટકા, કર્ણાટકમાં 53 ટકાથી ઘટીને 41 ટકા, ઉત્તરાખંડમાં 46 ટકાથી ઘટીને 25 ટકા અને પશ્ચિમ બંગાળમાં 53 ટકાથી ઘટીને 37 ટકા થયો છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં વિકાસની સાથે માનવ સૂચકાંકની દિશામાં પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે.

English summary
Once again Gujarat tops in compare to other Indian stats. This time it is for fight against malnutrition. Report of CAG showing that all states have improvement, and specially in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X