એક જ પરિવારના 6 લોકોના મોત કેસમાં પોલિસનો ખુલાસો - 35 લાખનુ દેવુ નહોતા ચૂકવી શકતા
ગુજરાતમાં અમદાવાદના વટવા વિસ્તારમાં 19 જૂને એક જ પરિવારના 4 બાળકો તેમજ 2 વયસ્કોના મોત કેસમાં પોલિસે ખુલાસો કર્યો છે.
ગુજરાતમાં અમદાવાદના વટવા વિસ્તારમાં 19 જૂને એક જ પરિવારના 4 બાળકો તેમજ 2 વયસ્કોના મોત કેસમાં પોલિસે ખુલાસો કર્યો છે. પોલિસના જણાવ્યા મુજબ એ લોકો પર 35 લાખનુ દેવુ હતુ. કોરોના લૉકડાઉન દરમિયાન કોઈ કામધંધો ન હોવાના કારણે તે પોતાનુ દેવુ ચૂકવી નહોતા શકતા. આ ડિપ્રેશનમાં એ લોકોએ પરિવાર સહિત આત્મહત્યા કરી લેવાનો નિર્ણય કર્યો હતો.

16 જૂનની ઘટના, 6 લોકો લટકેલા મળ્યા
અમરીશ પટેલ(42) અને ગૌરાંગ પટેલ(40) નામના એ બે ભાઈઓએ પહેલા પોતાના ચાર બાળકોની હત્યા કરી, ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો. પોલિસને તે પોતાના ચાર બાળકો સાથે ફ્લેટમાં લટકેલી હાલતમાં મળ્યા હતા. આ ફ્લેટ બંનેમાંથી એક ભાઈનો હતો જ્યાં કોઈ રહેતુ નહોતુ. બંને ભાઈઓ પોતાના બાળકો સાથે ગઈ 17 જૂને પોતાના ઘરેથી નીકળ્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે એ દરમિયાન તેમણે પોતાની પત્નીઓને સાથે નહોતી લીધી.

45 બેંક ખાતા હતા લોનવાળા
બધા છ સભ્યોના પાછા ન આવતા પત્નીઓએ પોલિસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલિસે બધી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં હવે વટવા જીઆઈડીસી પોલિસ સ્ટેશનના પોલિસ નિરીક્ષક ડી આર ગોહિલે જણાવ્યુ કે, તપાસમાં માલુમ પડ્યુ છે કે પરિવારના 45 લોન ખાતા હતા, 27 ક્રેડિટ કાર્ડ હતા જેમાં 12 લાખ રૂપિયા ચૂકવવાના હતા.

પહેલા બાળકોને લટકાવ્યા પછી પોતે મર્યા
પોલિસે જણાવ્યુ કે,'એ લોકોની પર્સનલ લોન, હોમ લોન અને કાર લોન પણ હતી. એમાંથી એક ભાઈ કોઈ કંપની માટે ટેક્સી ચલાવતો હતો. જ્યારે બીજો ભાઈ કાપડ ઉદ્યોગમાં કામ કરતો હતો. કોરોના લૉકડાઉનમાં તેમની આર્થિક સ્થિતિ વધુ ડગમગી ગઈ. જેના કારણે તે ડિપ્રેશનમાં હતા. અંતમાં તેમણે બાળકો સાથે આવુ પગલુ લીધુ.'
કોણ છે મરીના કુંવર? જેનુ નામ લઈને સોનૂ નિગમે ભૂષણ કુમારને આપી ધમકી












Click it and Unblock the Notifications
