For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડવા આનંદીબેન સજ્જ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 સપ્ટેમ્બર : આ વખતે ગુજરાત સરકાર મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની આગેવાનીમાં જાન્યુઆરી 2015માં યોજાનારી સાતમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને અભૂતપૂર્વ બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. મુખ્યમંત્રી આનંદીબેનના નેતૃત્વમાં ચાલી રહેલી તૈયારીઓ, રોકાણ ખેંચી લાવવા માટે અધિકારીઓના વિદેશ પ્રવાસોને જોતા એમ લાગી રહ્યું છે કે આનંદીબેન પટેલ તેમના પૂરોગામી અને ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો રેકોર્ડ તોડવા માટેની પૂરે પૂરી તૈયારી કરી ચૂક્યા છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સાતમી આવૃત્તિ માટે ગુજરાતના પાટનગર ગાંધીનગરને ઇન્‍ટરનેશનલ લૂક આપવામાં આવશે. 11થી 13 જાન્યુઆરી, 2015 દરમિયાન યોજાનારી સમિટમાં આનંદીબેન પટેલ કેવી રીતે નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડશે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

સૌથી વધુ પાર્ટનર કન્ટ્રી

સૌથી વધુ પાર્ટનર કન્ટ્રી


સાતમી વાયબ્રન્‍ટ ઇન્‍વેસ્‍ટર્સ સમિટમાં યુકે, યુએસએ, ચાઇના, રશિયા, જાપાન સહિત કુલ 120 કરતાં વધુ દેશો ભાગ લશે. આ ઉપરાંત સાતથી વધારે દેશો વાયબ્રન્‍ટ સમિટના પાર્ટનર બનવા જઇ રહ્યાં છે. ગુજરાતમાં પ્રથમવાર જાપાન, યુકે, નેધરલેન્‍ડ, ઓસ્‍ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, કેનેડા અને સિંગાપોર કન્‍ટ્રી પાર્ટનર તરીકે હિસ્‍સો લેશે.

MoUનું સ્થાન લેશે IoI

MoUનું સ્થાન લેશે IoI


ગુજરાત સરકારે વર્ષ 2003થી2013 દરમિયાન કુલ છ વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ યોજી છે. આ સમિટમાં તમામ સમજુતી કરાર મેમોરેન્‍ડમ ઓફ અન્‍ડરસ્‍ટેન્‍ડીંગ (MoU - એમઓયુ)થતાં હતા. હવે પહેલીવાર ઇન્‍ટેન્‍શન ઓફ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ (IoI - આઇઓઆઇ) રજૂ કરાશે. એટલે કે એમઓયુના સ્‍થાને આઇઓઆઇ કરવામાં આવશે.

સૌથી મોટું એક્ઝિબિશન

સૌથી મોટું એક્ઝિબિશન


આ વર્ષે જેમ વધારે દેશો ભાગ લેવાના છે તેમ ભારતના વિવિધ રાજ્યો પણ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં સૌથી મોટું એક્ઝિબિશન યોજાશે. આ માટે આ વખતે સૌથી મોટું 1.25 લાખ ચોરસ મીટરમાં એક્‍ઝિબિશન યોજવામાં આવશે.

સેક્ટરની સંખ્યા વધીને 25

સેક્ટરની સંખ્યા વધીને 25


અત્‍યાર સુધીના વાયબ્રન્‍ટ સમિટમાં મૂડીરોકાણ માટે 12થી 18 જેટલા સેક્‍ટરોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. હવે પહેલીવાર 25 સેક્‍ટરનો સમાવેશ થયો છે. જેના કારણે રોકાણની વધારે સ્પષ્ટ દિશા મળી શકશે.

વિદેશી પ્રતિનિધિઓ વધશે

વિદેશી પ્રતિનિધિઓ વધશે


વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સાતમી આવૃત્તિમાં 120થી વધુ દેશોના 3000થી વધારે ડેલિગેટ્‍સ ભાગ લેવાના છે. આ ઉપરાંત 2500થી વધુ કંપનીઓ પણ ભાગ લેશે. સમિટમાં વિદેશના મહાનુભાવો અને ઉદ્યોગજૂથો સાથે ભારતની અગ્રગણ્‍ય કંપનીઓ અને કોર્પોરેટ હાઉસના હેડ્‍સ પણ આ સમિટમાં દર વખતની જેમ ઉપસ્‍થિત રહીને તેમના નવા પ્રોજેક્‍ટ અને એક્‍સપાન્‍શનના પ્રોજેક્‍ટ જાહેર કરશે.

રોકાણનો આંકડો વધશે

રોકાણનો આંકડો વધશે


વર્ષ 2013ની વાયબ્રન્ટ સમિટમાં 20.82 લાખ કરોડના એમઓયુ સાઇન થયા હતા. આ વખતે તેના કરતાં વધારે આઇઓઆઇ સાઇન થાય તેવી સંભાવના છે.

મોટા પાયે સમિટ યોજવા મહાત્મા મંદિરનું વિસ્તરણ

મોટા પાયે સમિટ યોજવા મહાત્મા મંદિરનું વિસ્તરણ


ગાંધીનગર સ્‍થિત વાયબ્રન્‍ટ સમિટને અભૂતપૂર્વ ઇવેન્ટ બનાવવા માટે રાજય સરકારે કુલ રૂપિયા 650 કરોડના ખર્ચે મહાત્મા મંદિરનું વિસ્તરણ હાથ ધર્યું છે. જેમાં મહાત્‍મા મંદિર અને સચિવાલયને જોડતા કોરીડોર વચ્‍ચેના કામને પણ ડિસેમ્‍બર સુધીમાં પૂર્ણ કરવાના આદેશ આપી દેવામાં આવ્‍યા છે.

મોદીના આગમનથી ગુજરાત મીની દિલ્હી બનશે

મોદીના આગમનથી ગુજરાત મીની દિલ્હી બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રણ દિવસ ગુજરાતના મહેમાન બનવાના છે. વડાપ્રધાનના હસ્‍તે આ સમિટનું શાનદાર ઉદ્દધાટન કરવામાં આવનારું છે. આ માટે આનંદીબેને દિલ્હી જઇનેતેમને આમંત્રણ પણ આપી દીધું છે. વડાપ્રધાનની સાથે ભાજપના ટોચના નેતાઓ અને કેન્‍દ્રીય કેબિનેટના સભ્‍યો ગુજરાત આવી રહ્યાં હોવાથી ગુજરાતમાં મીની દિલ્હી ઉભું થશે.

English summary
Gujarat : Anandiben Patel will break record of Narendra Modi in Vibrant Gujarat Summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X