સુસાઈડ નોટમાં 'NEXT LIFE BETTER' લખીને આર્કિટેક્ટની છાત્રાએ ગળે ફાંસો ખાધો
ગુજરાતના રાજકોટમાં આર્કિટેક્ટનો અભ્યાસ કરી રહેલી એક છાત્રાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
ગુજરાતના રાજકોટમાં આર્કિટેક્ટનો અભ્યાસ કરી રહેલી એક છાત્રાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી છે જેમાં લખ્યુ છે કે 'NEXT LIFE BETTER' (આગલી જિંદગી સારી હશે) છાત્રાના આ પગલાંથી પરિજનોમાં શોક છવાઈ ગયો છે. પોલિસે મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ અને કેસની તપાસમાં લાગી ગઈ છે.

શહેરના કાલાવડ રોડ સ્થિત એક સોસાયટીમાં રહેતી છાત્રા ઋત્વી કોઠિયા વીવીપી કોલેજમાં આર્કિટેક્ટનો અભ્યાસ કરતી હતી. માહિતી મુજબ તેને આર્કિટેક્ટ ગમતુ નહોતુ. ત્રીજુ વર્ષ હોવાના કારણે તે ફીલ્ડ પણ બદલી શકતી નહોતી. આના કારણે છેલ્લા કેટલાક દિવસોથી તે ચિંતામાં રહેવા લાગી હતી. ચાર-પાંચ દિવસથી તેણે કોલેજ જવાનુ બંધ કરી દીધુ હતુ.
ઋત્વિએ પોતાના ઘરની બારીના સહારે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો. ઘટનાની જાણ થતાં જ પોલિસ સ્થળ પર પહોંચી. ઋત્વિ દ્વારા લખાયેલ એક સુસાઈડ મળી છે જેમાં 'NEXT LIFE BETTER' લખ્યુ છે. જો કે સુસાઈડ નોટથી આત્મહત્યાનુ કારણ સ્પષ્ટ ન થવાના કારણે પોલિસ અન્ય બિંદુઓ પણ તપાસી રહી છે.












Click it and Unblock the Notifications
