તેરમી વિધાનસભાના 10માં સત્રની સમાપ્તિ, પ્રજાને શું મળ્યું?

Subscribe to Oneindia News

તેરમી ગુજરાત વિધાનસભા ના દસમાં અને છેલ્લા અંદાજપત્ર સત્રમાં વિવિધ વિભાગોને લગતા 24 સરકારી વિધેયકો રજૂ કરી પસાર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ગૌવંશ હત્યા, બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી, ગુજરાત સ્વ-નિર્ભર શાળા (ફી નિયમન) વિધેયક 2017 જેવા મહત્વના વિધયેકોનો સામવેશ થાય છે. વૈધાનિક અને કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, 24 સરકારી વિધયેકો પસાર કરવામાં આવ્યા છે. ત્યારે શું છે આ વિધેયકો અને તેનાથી પ્રજાને કેવા ફાયદા થઇ શકે છે તે અંગે વિગતવાર જાણો અહીં.

pardipsinh
 • ગુજરાત વિધાનસભા ના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ તથા વિરોધ પક્ષના નેતાના પગાર અને ભથ્થાને લગતા કાયદા(સુધારા) વિધેયક અંતર્ગત પદાધિકારીઓને, સરકારી કર્મચારીઓની સમકક્ષ તબીબી સેવાઓનો લાભ આપવામાં આવશે. જે હેઠળ ભૂતપૂર્વ સભ્યોને પણ આવરી લેવાયા છે.
 • ગુજરાત આધાર (નાણાંકીય અને બીજી સહાયકી, લાભો અને સેવાઓ અંગેની લક્ષિત જોગવાઇઓ) વિધેયક હેઠળ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી વિવિધ સહાય ચૂકવવા માટે આધાર કાર્ડના ઉપયોગની જોગવાઇ કરવામાં આવી છે.
 • ગુજરાત પંચાયત (સુધારા) વિધેયક હેઠળ જોડવામાં આવતા ગામો અને વિભાજીત કરવામાં આવતા ગામોમાં ચૂંટણીની મુદ્દત એક સમાન રાખવા નગર પાલિકાની જેમ સમાનતા લાવવા માટેની જોગવાઇ કરવામાં આવી છે.

 • ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનસિપલ કોર્પોરેશન(સુધારા) વિધેયક અંતર્ગત મહાનગર પાલિકાના મહત્વના હોદ્દેદારોની મુદ્દતમાં એક સમાનતા લાવવાની જોગવાઇ કરવામાં આવી છે.
 • ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ (સુધારા) વિધેયક અંતર્ગત નગર રચના યોજનાઓને નિયત સમયમર્યદામાં વિભાજીત કરી શકવામાં થતી મુશ્કેલીઓ નિવારવા કલમ - 51 સુધારવામાં આવશે.
 • ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક હેઠળ રાજ્યમાં દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવવા કાયદાની જોગવાઇઓ સખત બનાવવામાં આવી છે.
GUJARAT

 • સિગારેટ અને તમાકુની અન્ય બનાવટ (ગુજરાત સુધારા) વિધેયક હેઠળ રાજ્યમાં હુક્કાબાર ઉપર સંપૂર્ણ પ્રતિબધ્ધ લાદવાની જોગવાઇ કરવામાં આવી છે. 
 •   ફોજદારી કાર્યરીતિ અધિનિયમ (ગુજરાત સુધારા) વિધેયક અંતર્ગત આરોપી તથા તેના વકીલની હાજરીમાં ઇન્સાફી કાર્યવાહી માટે આઇ.ટી. ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
 • ગુજરાત શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) અધિનિયમ અંતર્ગત સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને આવાસો પૂરા પાડવાના હેતુથી ફાળવવામાં આવેલી જમીનના ભોગવટા કાયદેસર ઠરાવવા જોગવાઇ કરવામાં આવી છે.
 • ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન (સુધારા) વિધેયક હેઠળ કોર્પોરેશનની મૂડીની ટોચ મર્યાદાને 65 કરોડ રૂપિયા સુધી વધારવાની જોગવાઇ કરવામાં આવી છે.
 • બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી વિધેયક હેઠળ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આદિવાસીઓ માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
 • ગુજરાત મેરીટાઇમ બોર્ડ (સુધારા) વિધેયક હેઠળ કલમ - 22 (ક)માં સુધારો કરવાની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે.
 • ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક હેઠળ રાજ્યના એકત્રિત ફંડમાંથી અમુક વધુ રકમો આપવાનો અને તેનો વિનિયોગ કરવાનો અધિકાર આપવા માટેની બાબતનો સમાવેશ થાય છે.
cow

 • ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) વિધેયક હેઠળ રાજ્યમાં ગૌવંશની હત્યા, કે તેને સંબંધિત ગુના માટે કાયદાની કડક જોગવાઇ કરીને 10 વર્ષ સુધીથી લઇને ઓછામાં ઓછા સજા અને રૂા. 1 થી 5 લાખનો દંજ ભરવાની જોગવાઇ કરાઇ છે.
 • ગુજરાત ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી વિધેયક હેઠળ ઓર્ગેનિક એગ્રીકલ્ચર સાયન્સના વિકાસ માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
 • ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક હેઠળ યુનિવર્સિટીના નામનો સમાવેશ કરવા માટેની જોગવાઇ કરવામાં આવી છે.
 • ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (દ્ધિતીય સુધારા) વિધેયક હેઠળ રાજ્યના તમામ કોર્પોરેશનની સદરહુ સમિતિઓના સભ્યોની મુદ્દતમાં એકરૂપતા લાવવા માટેની જોગવાઇ કરવામાં આવી છે.
 • ગુજરાત પંચાયત (દ્ધિતીય સુધારા) વિધેયક હેઠળ ગુજરાત પંચાયત અધિનિયમ, 1193ની કલમો ૩૦ અને ૩૨, ૫૫, માં સુધારો કરવા માટેની જોગવાઇ કરવામાં આવી છે.
 • ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક હેઠળ તમામ ધારણ કરેલી જમીનને રેકોર્ડ ઉપર લાવવા માટે, માંડવળથી ભર્યેથી અમુક મહેસૂલ કાયદાના ઉલંઘનના કારણે ઉભી થતી તમામ કાર્યવાહી અંગેની જોગવાઇ કરવા તેમજ રેકોર્ડને અદ્યતન બનાવવા માટેની જોગવાઇઓ કરવામાં આવી છે.

 • ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ (દ્ધિતીય સુધારા) વિધેયક હેઠળ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬માં સુધારો કરવામાં આવ્યો છે.
 • ગુજરાત મોટર વાહન વેરા (સુધારા) વિધેયક હેઠળ અંદાજપત્રમાં સમાવિષ્ટ દરખાસ્તના અમલ માટે જોગવાઇ કરવામાં આવી છે.
 • ગુજરાત સ્વ-નિર્ભર શાળા (ફી નિયમન) વિધેયક હેઠળ રાજ્યમાં આવેલી સ્વનિર્ભર શાળાઓ માટે ફી નિર્ધારણ માટેની અને તેની સાથે સંકળાયેલી અને તેને આનુસાંગિક બાબતો અંગે ખાસ જોગવાઇ કરવામાં આવી છે.
 • ગુજરાત ખાનગી યુનિવર્સિટી (દ્ધિતીય સુધારા) વિધેયક હેઠળ અધિનિયમની અનુસૂચિમાં યુનિવર્સિટીનું નામ સામેલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
 • ગુજરાત વિનિયોગ વિધેયક હેઠળ માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષની સેવાઓ માટે એકત્રિત ફંડમાંથી અમુક રકમો આપવાનો અને તેનો વિનિયોગ કરવાનો અધિકાર આપવા બાબતની જોગવાઇ કરવામાં આવી છે.
English summary
Gujarat Assembly 10th session completed, 25 Legislation pass. Read here more.
Please Wait while comments are loading...