ગૌહત્યા પર થશે ઉંમરકેદ,પશુ સંરક્ષણ સુધારા વિધેયક પસાર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરતા વિધાનસભામાં ગૌહત્યા અને બીફ ટ્રાન્સપોર્ટ માટે સખત કાયદો બનાવવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે વિધાનસભામાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. જે પછી ગાયની હત્યા કરનાર વ્યક્તિને ઉંમરકેદ સુધીની સજા થઇ શકે છે. અને ગાયની તસ્કરી કરનારને 10 વર્ષની સજા કરવામાં આવશે. નોંધનીય છે કે આ સાથે જ ભારતમાં ગૌહત્યા પર ઉંમરકેદની સજા આપનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે. ગુજરાત સરકારે ગૌરક્ષા કાનૂનમાં સંશોધન પછી આ નવો કાયદો લાવ્યો છે.

cow

જો કે આ પહેલા પણ ગુજરાતમાં ગૌહત્યાને લઇને હંમેશાની કાયદો સખ્ત જ હતો. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ વિજય રૂપાણીએ ગુજરાતમાં ગૌહત્યા મામલે કડક કાયદો લાવવાની વાત કરી હતી. ત્યારે આજે આ બિલ પસાર થતા ગુજરાતના સાધુ અને સંન્યાસી લોકોએ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતા. વધુમાં ગૌહત્યાનો મામલો બિનજામીન પાત્ર ગણાશે. સાથે જ રાતના સમયે પરમીટ હોવા છતાં પશુઓની હેરાફેરી નહીં કરી શકાય. વધુમાં વિધેયકમાં 5 લાખ સુધીના દંડની જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે વિધાનસભામાં ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ વિધેયક રજૂ કર્યું હતું.

English summary
Gujarat: Cow slaughter is punishable by life sentence. New rules are imposed by Gujarat government.
Please Wait while comments are loading...