Gujarat assembly bypoll 2024: પોરબંદર બેઠક પર ભગવો લહેરાયો પેટાચૂંટણીમાં પર અર્જુન મોઢવાડિયાની જીત
Gujarat assembly bypoll 2024 : લોકસભા ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાઇ હતી. જેની મતગણતરી આજે કરવામાં આવી રહી છે. પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી તમામ 18 રાઉન્ડમાં પૂર્ણ થઈ ગઈ છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અર્જૂન મોઢવાડિયાએ 1.16 લાખથી વધુ મતોની સરસાઈથી ઝળહળતી જીત હાંસલ કરી છે.
અર્જુન મોઢવાડિયાને 1,16,808 મત મળ્યા છે, તેની સામે કોંગ્રેસના તેમના નજીકના હરીફ ઉમેદવાર રાજુ ભીમા ઓડેદરાને માત્ર 16,355 મત મળ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અર્જુન મોઢવાડિયાના રાજીનામાને કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા હતા.












Click it and Unblock the Notifications
