Gujarat assembly bypoll 2024: વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજાપુર બેઠક પર સીજે ચાવડાની જીત
Gujarat assembly bypoll 2024 : લોકસભા ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાઇ હતી. જેની મતગણતરી આજે કરવામાં આવી રહી છે. વિજાપુર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી તમામ 18 રાઉન્ડમાં પૂર્ણ થઈ ગઈ છે.
ભાજપના ઉમેદવાર ડૉ. સી. જે. ચાવડાએ તેમના નજીકના હરીફ ઉમેદવાર દિનેશભાઈ પટેલ સામે 55,690 મતોથી જીત મેળવી છે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજાપુર બેઠક પર સીજે ચાવડાને 99,083 મત મળ્યા છે, જ્યારે દિનેશ પટેલને 43,393 મત મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સીજે ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં પેટાચૂંટણીની યોજવાની ફરજ પડી હતી. જે બાદ સીજે ચાવડાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડી હતી.












Click it and Unblock the Notifications
