ગુજરાત ચૂંટણી 2017: BJPના માસ્ટર સ્ટ્રોક સામે ઝીંક ઝીલશે કોંગ્રેસ?

Written By:
Subscribe to Oneindia News

રાજ્યમાં ચૂંટણીના એંધાણ સાથે જ રોજ કંઇ ને કંઇ નવું જોવા મળી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાત વધી ગઇ છે, તેઓ પોતાને શિવભક્ત ગણાવી રહ્યાં છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાની આપત્તિજનક સીડીને કારણે વિવાદમાં છે. પંરતુ રાજકીય તજજ્ઞોનું માનીએ તો ખરી લડાઇ તો હજુ શરૂ નથી થઇ. ગુજરાત કોંગ્રેસ પહેલીવાર ચૂંટણીના મેદાનમાં સક્રિય જોવા મળી રહી છે, જ્યારે ભાજપ ડિફેન્સિવ મોડમાં છે, એવું લોકોને લાગી રહ્યું છે. પરંતુ શું ખરેખર ભાજપ ડિફેન્સિવ મોડમાં છે?

કોંગ્રેસની રણનીતિ

કોંગ્રેસની રણનીતિ

કોંગ્રેસ છેલ્લા કેટલાયે સમયથી રાહુલ ગાંધીની આગેવાનીમાં નવસર્જન યાત્રાઓ કરી રહી છે. રાહુલ ગાંધી નવસર્જન યાત્રા હેઠળ ગુજરાતના અનેક જિલ્લાઓ અને ગામડાઓની મુલાકાત લીધી છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂતો સાથે મુલાકાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં લૂમ ઇન્ડસ્ટ્રીના કામદારો, નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ સાથે મુલાકાત કરીને તેમણે ભાજપ તથા નરેન્દ્ર મોદીની નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમની આ વારંવારની મુલાકાતોને પરિણામે રાજ્યમાં કોંગ્રેસની લોકપ્રિયતા કેટલેક અંશે વધી છે. વળી તેઓ રાજ્યના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જોડવામાં સફળ રહ્યા છે. દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સાથે પણ રાહુલે મુલાકાત કરી છે અને તેમનું વલણ પણ કોંગ્રેસ પ્રત્યે નરમ જોવા મળ્યું છે. તો હાર્દિક પટેલ પણ કોંગ્રેસ તરફ ઝૂકી રહ્યા છે. આમ ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં પોતાનું પ્રભુત્વ ઊભું કરી શકી છે.

શું છે ભાજપની યોજના?

શું છે ભાજપની યોજના?

આ તમામ દરમિયાન ભાજપ પક્ષ ડિફેન્સિવ મોડમાં જોવા મળ્યો છે. આ અંગે ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓનું કહેવું છે કે, પક્ષ ચૂંટણી માટે મોટી યોજના બનાવી રહી છે. હાલ તેમના તમામ તીર કમાનમાં છે, પરંતુ જ્યારે પક્ષ તરફથી એ તીર છોડવામાં આવશે ત્યારે કોંગ્રેસ કદાચ સામે ઝીંક નહીં ઝીલી શકે. આ વખતે પક્ષની રણનીતિ ખૂબ ગોપનીય રાખવામાં આવી છે અને કેટલાક પસંદિત નેતાઓ સિવાય કોઇને આ અંગે જાણકારી નથી. જેને જે જાણકારી આપવાની જરૂર હોય, તેટલી જ આપવામાં આવી રહી છે. ભાજપ જાણી-જોઇને પોતાનો માસ્ટર સ્ટ્રોક સામે નથી લાવી રહ્યું. મતદાનના થોડા સમય પહેલાં જ આ માસ્ટર સ્ટ્રોક સામે આવશે.

PM લેશે સમગ્ર ગુજરાતની મુલાકાત

PM લેશે સમગ્ર ગુજરાતની મુલાકાત

ભાજપની રાણનીતિ મામલે જે જાણકારી સામે આવી છે, એ અનુસાર તેઓ નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ રીતે સક્રિય થશે અને મતદાન સુધી આ ધાર સતત તેજ થતી જોવા મળશે. ભાજપને પૂરી આશા છે કે, નરેન્દ્ર મોદી એકવાર ગુજરાતમાં ધામા નાંખશે કે તુરંત કોંગ્રેસનો સફાયો થતો જોવા મળશે. પીએમ મોદીની લગભગ 50 વિશાળ રેલીઓની તૈયારી ચાલી રહી છે અને આ રેલીઓ દરમિયાન તેઓ સમગ્ર ગુજરાતની મુલાકાત લેશે. જે વિસ્તારોમાં ભાજપનો પક્ષ નબળો પડી રહ્યો છે, ત્યાં કોંગ્રેસ પોતાનો પ્રભાવ ઊભો કરવા પ્રયત્નશીલ છે. આ વિસ્તારોમાં ખાસ કરીને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જેવા નેતાઓનો દબદબો છે. આથી પીએમ મોદીની રેલીઓમાં આ વિસ્તારો પર ખાસ ધ્યાન આપવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે.

ચૂંટણી સંચાલનની સંપૂર્ણ તૈયારી

ચૂંટણી સંચાલનની સંપૂર્ણ તૈયારી

આ સિવાય લગભગ એક ડઝનથી પણ વધુ મંત્રીઓ ગુજરાતમાં ધામા નાંખનાર છે. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તો રાજ્યમાં છે જ, આ સાથે જ કેન્દ્રિય રક્ષા મંત્રી નિર્મલા સીતારામન, રામવિલાસ પાસવાન, પ્રકાશ જાવડેકર, જે.પી.નડ્ઢા, સ્મૃતિ ઇરાની પણ તેમની સાથે જોડાશે. અનેક મુખ્યમંત્રીઓ પણ રાજ્યની મુલાકાત લેશે. રાજ્યના જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખતા આ સૌની સભાઓનું આયોજન કરવામાં આવશે, ખાસ તો ઓબીસી, પાટીદાર અને દલિત સમાજને રિઝવવાનો પ્રયત્ન કરવામાં આવશે. પ્રમુખ ચહેરાઓ સિવાય લગભગ 200 નેતાઓની ટીમ આ ચૂંટણી માટે કાર્યરત રહેશે. આ એવા લોકો છે, જે ચૂંટણી સંચાલનમાં હોંશિયાર મનાય છે.

કોંગ્રેસ પર ચારેબાજુથી હુમલો

કોંગ્રેસ પર ચારેબાજુથી હુમલો

ભાજપની રણનીતિ અનુસાર જો બધુ પાર પડ્યું તે કોંગ્રેસ પર ચારેબાજુથી હુમલો થશે અને રાહુલ ગાંધી તથા ગુજરાત કોંગ્રેસે આટલા દિવસોની મહેનતના અંતે જે અસર ઊભી કરી છે, એ નાબૂદ થશે. આ સિવાય પણ ભાજપ પાસે કેટલાક એવા માસ્ટર સ્ટ્રોક હોવાનું કહેવાઇ રહ્યું છે, જેનાથી ચૂંટણીની આખી હવા જ પરિવર્તિત થઇ જશે. ભાજપના સૂત્રો તરફથી જ આ માસ્ટર સ્ટ્રોક અંગે સંકેત આપવામાં આવ્યા છે.

English summary
Gujarat Assembly election 2017: Congress will not be able to catch master stroke of BJP.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.