Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Electionની તારીખોની વચ્ચે મોદી માટે ખરાબ સમાચાર

ઇન્ડિયા ટૂડેના સર્વેમાં ભાજપ માટે બહાર આવી કેટલીક ચોકવનારી ખબર. ત્યાં જ હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે આવ્યા છે સારા સમાચાર. જાણો આ અંગે વધુ અહીં.

ચૂંટણી આયોગ જ્યાં એક તરફ ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી લીધી છે. તે પહેલા પીએમ નરેન્દ્ર મોદીના અભેદ કિલ્લા સમાન મનાતા ગુજરાત અને તેની વિધાનસભા ચૂંટણી અંગે એક સર્વેમાં તેવી જાણકારી બહાર આવી છે જે મોદીની મુશ્કેલી વધારશે. એક્સિસ માય ઇન્ડિયાના ઇન્ડિયા ટુડે એક મહત્વનો સર્વે કર્યો છે. સર્વેમાં કંઇ પાર્ટી, કેટલી સીટો અને સીએમ પદ પર કોણ ફેવરેટ તે મામલે અનેક સવાલ જવાબ કરવામાં આવ્યા છે. પણ આ સવાલ જવાબોમાં મોદીની લોકપ્રિયતા અને રૂપાણીની મુખ્યમંત્રી તરીકેની પસંદગી મામલે કેટલીક તેવી વાતો જાણવા મળી છે જે ભાજપ માટે વિચારવા લાયક સાબિત થાય તેમ છે. ત્યારે આ અંગે વધુ જાણો અહીં...

Narendra Modi

વિજય રૂપાણી અને PM

ગુજરાત ચૂંટણીથી જોડાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે 54 વિધાનસભા સીટો વાળા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપની પીછે હટ થઇ છે. આ ક્ષેત્રોમાં વિજય રૂપાણીનું રાજકોટ પણ આવે છે અને ઉત્તર ગુજરાત જેમાં મહેસાણા અને પીએમ મોદીનું વડનગર પણ આવે છે ત્યાં ભાજપની લોકપ્રિયતા ઓછી થઇ હોય અને કોંગ્રેસની વધી હોય તેમ આ સર્વેમાં જાણવા મળ્યું છે. સર્વે મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને 26 સીટો મળશે. જ્યારે કોંગ્રેસ અને અલ્પેશના નવા જોડાણના કારણે તેને 27 સીટો મળશે તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ ભાજપને 13 અને કોંગ્રેસ અલ્પેશને 19 સીટો મળશે.

Hardik Patel

હાર્દિક પટેલ

વધુમાં હાર્દિક પટેલ પણ કોંગ્રેસ સાથે જોડાશે તો ભાજપને મોટી મુશ્કેલી થવાની સંભાવના છે. સર્વે મુજબ હાર્દિક પટેલ ભાજપને મોટું નુક્શાન પહોંચાડવા સક્ષમ છે તેવું બહાર આવ્યું છે. જેના કારણે કોંગ્રેસની સીટો વધવા અને ભાજપની સીટો ઓછી થવાની સંભાવના છે. હાર્દિક પટેલને સર્વે મુજબ 57 થી 65 સીટો પર અસર કરી શકે છે. જો હાર્દિક અને કોંગ્રેસ સાથે આવી જાય તો કોંગ્રેસનો દિવાળી સુધરી જાય તેવી સંભાવના છે.

Rahul Gandhu

રાહુલ કે મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેટલી ભાજપ માટે જરૂરી છે તેટલી જ કોંગ્રેસ માટે પણ છે. અહીં જો કોંગ્રેસ થોડીક વધુ બેઠકો પણ મેળવશે તો આવનારા સમયમાં આગામી ચૂંટણી પર તેની મોટી અસર થશે. એટલું જ નહીં ગુજરાતની આ ચૂંટણી અને તેના પરિણામો 2019ની ચૂંટણી પર પણ મોટી અસર કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X