ગુજરાતમાં AAPને CM ફેસ પસંદ કરતા જ લાગ્યો મોટો ઝટકો, સૌથી અમીર ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસમાં જોડાયા
આમ આદમી પાર્ટીને પોતાનો મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરતા જ એક મોટો ઝટકો લાગ્યો છે.
Gujarat Election News: ગુજરાતમાં ચૂંટણી તારીખોનુ એલન થતા જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં પૂરજોશમાં પ્રચાર કરીને સમર્થન મેળવવા લાગી ગઈ છે. જો કે, આમ આદમી પાર્ટીને પોતાનો મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરતા જ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટી છોડીને આપમાં સામેલ થયેલા ઈન્દ્રનીલ રાજગુરુએ સીએમ ફેસ ન બનાવવાથી નારાજ થઈને ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી લીધી.

AAPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ટીવી પત્રકાર ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યાના કલાકો બાદ જ સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ પાર્ટીમાંથી રાજીનામુ આપીને કોંગ્રેસમાં ફરી જોડાઈ ગયા છે. ઈન્દ્રનીલ રાજગુરુએ દાવો કર્યો હતો કે AAP ભાજપની બી-ટીમની જેમ કામ કરી રહી છે. જેનો AAPએ વળતો જવાબ આપતા આરોપ લગાવ્યો કે રાજગુરુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થવા માંગતા હતા.
તમને જણાવી દઈએ કે રાજગુરુ ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને તેઓ રાજકોટના છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા છે. રાજગુરુને સૌથી ધનિક ભૂતપૂર્વ ધારાસભ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમણે અગાઉ 2018માં પાર્ટીની કામગીરી અંગે મતભેદોને ટાંકીને કોંગ્રેસ છોડી દીધી હતી અને પછી 2019માં પાછા ફર્યા હતા.
કોંગ્રેસમાં ફરીથી જોડાયા પછી તેમણે કહ્યુ, 'આપ ભાજપની બી-ટીમ તરીકે કામ કરી રહી છે. મારો પરિવાર કોંગ્રેસ છોડીને AAPમાં જોડાવાના મારા નિર્ણય સાથે ક્યારેય સહમત થયો નથી. ભાજપ દેશ માટે ખરાબ પાર્ટી છે અને હું AAPમાં એ વિચારીને જોડાયો હતો કે કદાચ આ પાર્ટી ભાજપને હરાવી શકે. પણ મને સમજાયુ કે આ પાર્ટી પણ એટલી જ ખરાબ છે. ભાજપની જેમ આપ પણ લોકોને મૂર્ખ બનાવે છે. કોંગ્રેસમાં આવુ નથી અને તેથી જ હું પાછો આવ્યો છુ.












Click it and Unblock the Notifications
