Gujarat Assembly Election 2022: ભાજપ 145 સીટ જીતી રહી છે, રિવાબા જાડેજાનો દાવો
રિવાબા જાડેજા મતદાન કરવા માટે રાજકોટ પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે મતદાન કરી તમામ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
રિવાબા જાડેજાએ રાજકોટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કરવા રાજકોટ પહોંચેલા જામનગર નોર્થથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ મતદાન મથક બહાર પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રિવાબા જાડેજાએ તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી.

રિવાબા જાડેજાએ કહ્યું, 'ભાજપ સૌથી મોટો પક્ષ છે અને માઈક્રો મેનેજમેન્ટ સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને જીણામાં જીણી બાબતનું અમે ધ્યાન રાખ્યું છે. બૂથ સુધી મતદારો પહોંચે તેવી અમે વ્યવસ્થા કરી છે. ભાજપ પાર્ટી આ વખતે પણ જીતી રહી છે. અમે 145થી વધુ સીટ જીતીને ફરી એકવાર સરકાર બનાવી રહ્યા છીએ'.
ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, પહેલા તબક્કામાં ગુજરાતના 19 જિલ્લાની 89 સીટ પર મતદાન થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
