Gujarat Assembly Election 2022 : ભાજપ પ્રદેશ અધ્યક્ષે રાજુલા ખાતે યોજી જાહેરસભા
Gujarat Assembly Election 2022 : આવનારી વિધાસભાની ચૂંટણીનો પ્રચાર રાજ્યમાં જોરશોરથી થઇ રહ્યો છે. આવા સમયે શુક્રવારના રોજ ભાજપ પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું
Gujarat Assembly Election 2022 : આવનારી વિધાસભાની ચૂંટણીનો પ્રચાર રાજ્યમાં જોરશોરથી થઇ રહ્યો છે. આવા સમયે શુક્રવારના રોજ ભાજપ પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા કરશન કળસરિયા, અતુલ જાલંધરા, દીપક જાલંધરા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
રાજુલા જાફરાબાદ ખાંભાનું 20 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરનારા હીરાભાઈ સોલંકીને ફરી ભાજપે ટિકિટ આપી છે. આ સાથે તેઓ આ વખતે જંગી બહુમતીથી જીતશે, તેવો દાવો સી. આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યો છે.
ભાજપ પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, અક્ષરધામ આતંકી હુમલામાં પોતાની રિવોલ્વર લઈને આતંકીઓ સામે લડનારા મર્દ યોદ્ધા તમને મળ્યા છે.
સી. આર. પાટીલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારથી જગતનો તાત ખેડૂત અને દેશનો તમામ વર્ગ ખુશ છે. કોંગ્રેસના કામ નહીં કૌંભાંડ બોલે છે અને રેવડી વેચવા વાળાને પણ જનતા ઓળખી ગઈ છે.












Click it and Unblock the Notifications
