For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં કોંગ્રેસ અને એન.સી.પી. ગઠબંધનથી ચૂંટણી લડશે

ગુજરાતમાં કોંગ્રેસ અને એન.સી.પી. ગઠબંધનથી ચૂંટણી લડશે

By Desk
|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે એનસીપી અને કોંગ્રેસના નેતાઓની આયોજીત સંયુક્ત પ્રેસ કોન્ફરસન્માં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તથા એન.સી.પી. ગુજરાતના પ્રમુખ જયંત બોસ્કી એ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સંયુક્ત ગઠબંધનથી લડવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય કક્ષાએ યુ.પી.એ.-1 અને યુ.પી.એ.-2 કાર્યકાળ દરમ્યાન તથા મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી પહેલા એન.સી.પી. સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસ અને એન.સી.પી. ફાંસીવાદી તાકાતો સામે સાથે મળીને ચૂંટણી લડશે.

jagdish thakor

ગુજરાતમાં એનસીપીના ઉમેદવારો નરોડા, દેવગઢ બારીયા અને ઉમરેઠ કુલ ત્રણ વિધાનસભા સીટમાં ગઠબંધનથી એન.સી.પી.ના મેન્ડેટથી ચૂંટણી લડાશે. આ રીતે એનસીપીને ત્રણ બેઠકો ફાળવવામાં આવી છે. જ્યારે, કુતિયાણાથી કાંધલ જાડેજાની બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ બિમલ શાહ, પંકજભાઈ પટેલ, મીડિયા કન્વિનર અને પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
gujarat assembly election 2022: congress and ncp alliance in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X