Gujarat Assembly Election 2022 : કતારગામમાં EVM ખોટકાયું, કાંસાનગર સરકારી શાળાના મતદાન મથકની ઘટના

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 89 બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સુરતના કતારગામમાં EVM ક્ષતિગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે.

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 89 બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સુરતના કતારગામમાં EVM ક્ષતિગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે.

EVM

કતારગામમાં આવેલા કાંસાનગર સરકારી શાળામાં આવેલા મતદાન મથકમાં EVM ખોટકાયું હતું. EVM માં ટેકનિકલ ખામી સર્જાઇ હોવાના કારણે EVM ને બદલવામાં આવ્યું હતું. આ વચ્ચે મતદાન શરૂ રહ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી.

આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X