For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : જાણો 7 ઉમેદવારો વિશે, 5 કે તેથી વધુ વાર રહી ચુક્યા છે ધારાસભ્ય

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ગત 27 વર્ષથી સત્તામાં છે. આ સાથે વધુ એક ટર્મ માટે સત્તામાં રહેવા માટે તૈયાર છે, અને ચૂંટણી જીતવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ગત 27 વર્ષથી સત્તામાં છે. આ સાથે વધુ એક ટર્મ માટે સત્તામાં રહેવા માટે તૈયાર છે, અને ચૂંટણી જીતવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યું છે. આ વખતે ભાજપને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી સારી એવી ટક્કર મળી રહી છે.

આ ચૂંટણીમાં 7 ઉમેદવારો એવા છે, જેઓ 5 કે તેથી વધુ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. આ 7 માંથી 5 ધારાસભ્યો ભાજપના છે. આ સાથે એક ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપે પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી

ભાજપે પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી

ભાજપ દ્વારા જે પાંચ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે, તેમાં યોગેશ પટેલ, પબુભા માણેક, કેશુ નાકરાણી, પુરુષોત્તમ સોલંકી અનેપંકજ દેસાઈના નામ છે.

આ ઉપરાંત ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સ્થાપક છોટુ વસાવા અને મધુ શ્રીવાસ્તવ જેમને ભાજપે ટિકિટ આપી નથી,તેઓ પણ મેદાનમાં છે.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, આ તમામ ધારાસભ્યો લાંબા સમયથી લોકોમાં પોતાની વિશ્વસનીયતા જાળવીરાખવામાં સફળ રહ્યા છે, જેના કારણે આ ઉમેદવારો ફરી એકવાર ચૂંટણી જીતે તેવી અપેક્ષા છે.

યોગેશ પટેલ, પબુભા માણેક અને છોટુ વસાવા 8મી વખત મેદાનમાં

યોગેશ પટેલ, પબુભા માણેક અને છોટુ વસાવા 8મી વખત મેદાનમાં

ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે. પહેલો તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ અને બીજો તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ મતદારન થશે.

જ્યારે 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. યોગેશ પટેલ, પબુભા માણેક અને વસાવા સાત વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.

આ ત્રણેય ધારાસભ્યો 8મી વખત ચૂંટણી મેદાનમાં છે. દેસાઈ અને સોલંકીની વાત કરીએ તો આ લોકો પાંચ વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે અને છઠ્ઠી વખત ચૂંટણી મેદાનમાં છે.

જનતા સાથે જોડાયેલા નેતા તરીકેની ઓળખ

જનતા સાથે જોડાયેલા નેતા તરીકેની ઓળખ

આ નેતાઓની વિશેષતા એ છે કે, તેઓ પાયાના સ્તરે લોકો સાથે સારો સંપર્ક ધરાવે છે, તેઓ પાર્ટીના કાર્યકરોને પસંદ કરે છે અને તેઓઘણા દાયકાઓથી આ લોકોની વચ્ચે છે.

આ જ કારણ છે કે, આ નેતાઓ એક પછી એક ચૂંટણી જીતતા રહ્યા છે. 76 વર્ષીય યોગેશ પટેલ1990માં પહેલીવાર ચૂંટણી જીત્યા હતા, જ્યારે તેઓ જનતા દળની ટિકિટ પર રાવપુરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

જોકે ભાજપે કહ્યું છેકે, ગુજરાતમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવામાં આવશે નહીં, પરંતુ યોગેશ પટેલ માટે આ શરત બાયપાસ કરવામાં આવી છે.

યોગેશ પટેલ 7 વખત ધારાસભ્ય

યોગેશ પટેલ 7 વખત ધારાસભ્ય

યોગેશ પટેલ વિજય રૂપાણી સરકારમાં મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. બીજી તરફ પબુભા માણેકની વાત કરીએ તો તેઓ 7 વખતભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે ભાજપે તેમને દ્વારકાથી ટિકિટ આપી છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને ગેરલાયકઠેરવવામાં આવ્યા હતા, જેના કારણે 2019માં પેટા ચૂંટણી યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટે પણ તેમને કોઈ રાહત આપી નથી, પરંતુ કોર્ટે જણાવ્યું હતું કે દ્વારકાની બેઠક ખાલી ન છોડવી જોઈએ.

1990થી જીતી રહ્યા છે છોટુ વસાવા

1990થી જીતી રહ્યા છે છોટુ વસાવા

અન્ય એક પીઢ નેતા છોટુ વસાવા વિશે વાત કરીએ, જેઓ પહેલીવાર 1990માં જનતા દળની ટિકિટ પર ભરૂચ બેઠક પરથી જીત્યા હતા.

આપછી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે આગામી ચૂંટણી જીત્યા હતા. 1998માં જનતા દળ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી અને ફરી જીત્યા છે.

2017માં તેમને BTP દ્વારા ટિકિટ આપવામાં આવી અને તેઓ જીત્યા હતા. ભાજપના પંકજ દેસાઈ 1998થી અત્યાર સુધી પાંચ વખત ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ 2010માં પાર્ટીના ચીફ વ્હીપ પણ રહી ચૂક્યા છે. પાર્ટીએ ફરી એકવાર તેમને ટિકિટ આપી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

17નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી.

આવા સમયે સમયે નામો પાછાખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાનીમત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
Gujarat Assembly Election 2022 : Know about 7 candidates who have been MLA for 5 or more times
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X