Gujarat Assembly Election 2022: બાયડ ખાતે મહારાષ્ટ્રના Dy CM દેવેન્દ્ર ફડનવીસે જાહેરસભા યોજી
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિઘાનસભા ચૂંટણી અંતર્ગત રાષ્ટ્રીય નેતૃત્વ 22 નવેમ્બરના રોજ વિવિધ વિધાનસભા વિસ્તારમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિઘાનસભા ચૂંટણી અંતર્ગત રાષ્ટ્રીય નેતૃત્વ 22 નવેમ્બરના રોજ વિવિધ વિધાનસભા વિસ્તારમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બાયડ વિધાનસભા ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે જંગી જાહેરસભા યોજી હતી. આ સભામાં માલપુરના પ્રમુખ સંજયત જયસ્વાલ તેમજ પ્રભારી ભુપતસિંહ સોલંકીએ પ્રાસંગિક સંબોધન કર્યુ હતું.

હવે કોંગ્રેસનું વિસર્જન કરી દેવું જોઇએ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતની ચૂંટણીનું પરિણામ શું આવશે, તે ગુજરાતની જનતાએ પહેલેથી જ નક્કી કરી દીધું છે. ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ રાખ્યો છે અને ફરી એક વાર ભાજપની સરકાર ઐતિહાસિક રેકોર્ડ સાથે બનશે. આજે આ જાહેરસભામાં હું એટલે આવ્યો છું કે, નરેન્દ્રના નેતૃત્વમાં ભુપેન્દ્રની સરકાર બને તે વાત આપને કહેવા દેવેન્દ્રભાઇ આવ્યા છે. ભારતની સ્વતંત્રા પછી ગાંધીજીએ અગત્યની વાત કરી હતી કે, ભારત સ્વતંત્ર થઇ ગયુ છે. હવે કોંગ્રેસનું વિસર્જન કરી દેવું જોઇએ. કોંગ્રેસે દેશમાં અત્યાચાર,ભ્રષ્ટાચાર ઘણા વર્ષો સુધી ચલાવ્યા જેથી આપણો દેશ વિકાસમાં પાછળ રહી ગયો છે. ગુજરાતના લોકોએ ગાંધીજીની વાતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને પહેલેથી જ વિસર્જન કરી દીધું છે. આ વખતે ફરી કોંગ્રેસનું એવું વિસર્જન કરજો કે ફરી ઉભી જ ન થઇ શકે. આ વખતની ચૂંટણી ગુજરાત ભાજપ રેકોર્ડ બેઠકો સાથે જીતશે.

પહેલા ગુજરાત વિકસીત ન હતું
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં સરકાર બની તે પહેલા ગુજરાત વિકસીત ન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત પરિશ્રમ કરી અન્ય રાજયોની તુલાનામાં ઝડપથી વિકાસમાં આગળ વધ્યુ છે. ગુજરાતનો વિકાસ જોઇ દેશની જનતાએ પણ વડાપ્રધાન મોદીને દેશનો વિકાસ કરવાના આશિર્વાદ આપ્યા અને વર્ષ 2014માં ભાજપની સરકાર બની. ભાજપે ખેડૂતો,મહિલાઓ,ગરિબો, યુવાનો માટે કામ કર્યુ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશ દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થામાં સામેલ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં પહેલા ગુજરાત સુરક્ષીત હતું. આજે આખો દેશ સુરક્ષીત છે. એક સમય હતો કે, ગુજરાતમાં પહેલા દંગા, રમખાણો થતા આજે ગુજરાતમાં શાંતિ અને ભાઇચારાનું વાતાવતરણ ભાજપ સરકારે બનાવ્યું છે. દેશમાં આજે આંતકવાદી પ્રવૃતિ કરવાની હિમ્મંત કોઇનામા નથી.

આજે દેશ અને દુનિયાની તાકાત પણ મોદીને હરાવવાના સપના જોઇ રહી છે
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું કે, ડોકલામમાં ભારતે ચિનને પણ કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. પહેલી વાપર ભાજપ સરકારમાં ચીનની સેનાને ભારતની સિમાથી બહાર રાખાવા સફળતા મળી છે. દુનિયાના સૌથી વધુ લોકપ્રિય નેતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, ત્યારે ગુજરાતની ફરજ છે કે ગુજરાતનો દીકરો આજે દેશ સંભાળી રહ્યો છે, તો ગુજરાત તેમની પડખે હોય તે જરૂરી છે. કારણ કે આજે દેશ અને દુનિયાની તાકાત પણ મોદીને હરાવવાના સપના જોઇ રહી છે.

ગુજરાતમાં આજકાલ ફ્રીમાં આપવાવાળા દિલ્હીથી આવ્યા છે
દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના રાહુલ ગાંધી બીજી તરફ ભારત જોડો યાત્રા કરે છે. રાહુલ ગાંધી જાણે છે કે, ગુજરાતમાં પ્રચાર કરી કોઇ મતલબ નથી. કોંગ્રેસની ભારત જોડો નહીં વિરોધીઓને જોડો યાત્રા છે.
આપ પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યુ કે, ગુજરાતમાં આજકાલ ફ્રીમાં આપવાવાળા દિલ્હીથી આવ્યા છે. ચૂંટણી પતશે પછી આપના નેતા ગુજરાતમાં નહી દેખાય. આ સાથે તેમેણે ચૂંટણીમાં કમળના નિશાન પર બટન દબાવી ભાજપને જીતાવા વિનંતી કરી હતી.
બાયડના ઉમેદવાર ભીખીબેન પરમારે સંબોધન કરતા જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં આપ સૌ જંગી મતદાન કરી કમળને મત આપજો. ગુજરાતમાં ફરી એક વાર ડબલ એન્જિનની મજબૂત સરકાર આપણે લાવવાની તે માટે દરેક બુથ પર 100 ટકા મતદાન કરવા વિનંતી કરું છું.
જાહેરસભામાં જિલ્લા પ્રમુખ, જિલ્લના મહામંત્રી, જિલ્લાના પ્રભારી સહિતના હોદ્દેદારો અને આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.
15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.
આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી.
આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.












Click it and Unblock the Notifications
