For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: મનોજ તિવારીએ ડભોઇ ખાતે જનસભાને સંબોધી

Gujarat Assembly Election 2022: આજરોજ દિલ્હી લોકસભા ક્ષેત્રના સાંસદ શ્રી મનોજ તિવારીએ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી શૈલેષભાઇ મહેતા (સોટા)ના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધી હતી.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022: આજરોજ દિલ્હી લોકસભા ક્ષેત્રના સાંસદ શ્રી મનોજ તિવારીએ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી શૈલેષભાઇ મહેતા (સોટા)ના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધી હતી.

Gujarat Assembly Election 2022

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું આ વિસ્તાર માટે કહેવાય છે કે, ડભોઇ વિધાનસભા સીટ ઉપર ક્યારેય કોઇપણ પક્ષ બે વાર જીત્યો નથી, કોઇ પણ ઉમેદવારોને બે વાર ટીકીટ આપવામાં આવી નથી. પરંતુ મારે આજે કહેવું છે કે, વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭માં ભારતીય જનતા પાર્ટીની જીત થઇ હતી અને આ વખતે પણ ડભોઇ સીટ હેટ્રીક કરી જીત હાંસલ કરવા જઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું પણ બીજી વાર ભારતીય જનતા પાર્ટીમાંથી લડી રહ્યો છું. ડભોઇની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે અને પાર્ટીના ઉમેદવારો તેમના ભરોસા ઉપર ખરા ઉતર્યા છે. ડભોઇમાં અત્યાર સુધી ભાજપા સરકારે વિકાસ કાર્યો કર્યા છે અને બાકી રહેતા વિકાસ કાર્યો પણ પૂર્ણ કરી ખાત મુર્હત પણ ભાજપાની સરકાર કરવાની છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ એ ગુજરાતનું ગૌરવ છે, અભિમાન છે, તેમને ગાળો આપવી એટલે ગુજરાતને ગાળો આપવા સમાન છે અને ગુજરાતને ગાળો આપનારાઓની ડિપોઝીટો આંચકી લઇ વડોદરા જિલ્લાના સૌથી વધુ કમળ સૌથી વધુ લીડ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલી આપવા અપીલ કરી હતી.

સાંસદ શ્રી મનોજ તિવારીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે વિશ્વના તમામ દેશો ભાઇઓ-બહેનો તમને મારૂ વંદન એવું બોલતા કરી દીધા છે અને તેનું કારણ દેશની જનતાએ ગુજરાતના સપૂતને ભરપુર પ્રેમ આપી દેશના વડાપ્રધાન પદેશ આરૂઢ કર્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ ન માત્ર ભારત દેશને પરંતુ ગુજરાતને વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત કર્યું છે. હું દિલ્હી સંસદીય વિસ્તારનો સાંસદ છું અને આમ આદમી પાર્ટી દિલ્હીથી પ્રગટ થઇ છે અને એટલે મને ખબર છે કે, દિલ્હી મોડલ શું છે. ? આજે વડોદરા જિલ્લાનો નાગરિક ગર્વથી કહી શકે છે કે વિશ્વના લોકો અમારા જિલ્લા, અમારા ગામ કે અમારા કાર્યક્ષેત્ર પાસેથી પસાર થાય છે તેનું કારણ છે શ્રી મોદી સાહેબે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે બનાવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આજે રાજ્યમાં થયેલ વિકાસ જોઇને મારી તો આંખો ફાટી ગઇ. રોડ રસ્તા, નહેરોમાં પાણીના કારણે ખેતરોમાં હરીયાળી રાજ્યના નાગરિકોના મુખ ઉપરની ચમક છે. મેં ૯૮ ફિલ્મોમાં કામ કર્યું છે. ૫૮૨૪ ગીતો ગાયા છે પણ મને અફસોસ થાય છે કે મારી એક્ટીંગ ઝીરો હોવા છતાં લોકો મને સુપર સ્ટાર કહેવામાં આવે છે સુપર સ્ટારતો રાહુલ ગાંધી હોવો જોઇએ કારણ કે તેમની એક્ટીંગથી તેમના પક્ષની તો સરકાર નથી બનતી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની જાય છે.

મનોજ તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો સેવા કાર્યમાં આગવું સ્થાન ધરાવે છે અને એટલા માટે જ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સ્વભાવ સેવાભાવનો રહ્યો છે. શ્રી મોદી સાહેબથી કોઇનું દુઃખ જોવાતુ નથી અને એટલા માટેજ કોરોના કાળમાં દેશની સેવા કરવાની સાથોસાથ વિદેશી નાગરિકોની સેવામાં પણ ધ્યાન કેન્દ્રિત કરી દવાઓ અને વેક્શીન પુરી પાડી છે. દિલ્હી મોડેલને ગુજરાતમાં સ્થાપિત કરી સત્તા હાંસલ કરવાના દિવા સ્વપ્ન જોતી આમ આદમી પાર્ટી ફક્ત વાયદાઓ જ કરે તેને પુરા કરવામાં માનતી નથી. દિલ્હી મોડેલ ઉપર પંજાબમાં સરકાર બનાવી તો લીધી પરંતુ આજે પંજાબ લોહીના આંસુએ રોવે છે. ભૂતકાળની કેન્દ્ર સરકારે સરકારી તિજોરી ખાલી કરી નાંખી હતી એટલું જ નહીં વિદેશી દેવું પણ કયારેય ભરી ન શકીએ એટલું કરી દીધું હતું. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વનું દેવું પુરૂ કરી દીધુ એટલું જ નહીં ફક્ત આઠ વર્ષમાં ભારતનો ડંકો વિકાસની રાજનીતિ થકી વગાડી દીધો છે.

મનોજ તિવારીએ વધુમાં જણાવ્યું હતું ગરવી ગુજરાતના ગુજરાતીઓ આગામી તા. ૫મી ડિસેમ્બરે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે એક વોટ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના બટન ઉપર ન દબાવતા ફક્ત કમળના નિશાન ઉપર દબાવી બંને વિરોધી પક્ષના ઉમેદવારોની ડિપોઝીટ આંચકી લઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સૌથી વધુ લીડ સાથે જીત અપાવવા અપીલ કરી હતી અને વચન આપ્યું હતું કે, હવે જ્યારે જ્યારે કેવડીયા કોલોની આવવાનું થશે ત્યારે ત્યારે ડભોઇ ખાતે રોકાણ કરશે.

વડોદરા જિલ્લાના ડભોઇ વિધાનસભા સીટના ઉમેદવાર શ્રી શૈલેષભાઇ મહેતાના સમર્થનમાં યોજાયેલ આ જનસભામાં હરિયાણા રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી સંદિપસિંહજી, શ્રી જીવરાજભાઇ ચૌહાણ, શ્રીમતિ ગીતાબેન રાઠવા, સુશ્રી જ્હાનવીબેન વ્યાસ, ડો. વિજયભાઇ બ્રહ્મભટ્ટ, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી દેવેન્દ્રભાઇ પટેલ, ઉપસ્થિત રહ્યાં હતાં.

English summary
Gujarat Assembly Election 2022: Manoj Tiwari addressed a public meeting at Dabhoi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X