11 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા, જાણો ક્યાં સૌથી વધુ મત પડ્યા?

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન કરવામાં આવી રહ્યુ છે. રાજ્યની 89 વિધાનસભા સીટો પર આજે ઉમેદવારોના ભાવીનો ફેંસલો થઈ રહ્યો છે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન કરવામાં આવી રહ્યુ છે. રાજ્યની 89 વિધાનસભા સીટો પર આજે ઉમેદવારોના ભાવીનો ફેંસલો થઈ રહ્યો છે. રાજ્યના મતદાન કેન્દ્રો પર ઉમેદવારો મત આપવા માટે ઉમેદવારો ઉમટી રહ્યા છે ત્યારે પહેલી ત્રણ કલાકના મતદાનના આંકડા સામે આવ્યા છે.

vote

રાજ્યમાં મતદાન ચાલી રહ્યુ છે ત્યારે સામે આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 સીટો પર પહેલી ત્રણ કલાકમાં સરેરાશ 19 ટકા મતદાન નોંધાયુ છે. સામે આવેલી વિગતો અનુસાર, દ્વારકા જિલ્લામાં સૌથી ઓછુ 15.86 મતદાન નોંધાયુ છે. સૌથી વધુ મતદાનની વાત કરીએ તો, તાપી જિલ્લામાં 26.47 ટકા મતદાન નોંધાયું છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થઈ રહ્યું છે.

મતદાન વચ્ચે સતત વિવાદો પણ સામે આી રહ્યા છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને કતારગામથી ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો છે કે, ઈલેક્શન કમિશન જાણી જોઈને ધીમુ મતદાન કરાવી રહ્યુ છે. તેમણે સવારે કહ્યું હતું કે, પુરા પ્રદેશમાં સરેરાશ 3.5 ટકા મતદાન થયું પરંતુ કતારગામમાં માત્ર 1.41 ટકા જ મતદાન થઈ શક્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X