આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ક્યારેય ગઠબંધન નહી કરેઃ આલોક શર્મા
આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ક્યારેય ગઠબંધન નહી કરેઃ આલોક શર્મા
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ હવે ગણતરીની ક્ષણમાં જાહેર થઈ જશે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોનું એલાન થઈ જશે. ત્યારે આલોક શર્માએ કોંગ્રેસ સામે ઉઠી રહેલા સવાલનો આખરે જવાબ આપી દીધો છે.

આલોક શર્માએ આલોક શર્માએ સ્પષ્ટ કહી દીધું કે, કોંગ્રેસ ચૂંટણીને લઈને તૈયાર છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન કરશે? જેના જવાબમાં આલોક શર્માએ સ્પષ્ટતા કરી દીધી કે, "આમ આદમી પાર્ટીને અમે એકેય રાજ્યમાં સપોર્ટ નહી કરીએ કેમ કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, આરએસએસની જ પ્રોડક્ટ છે."
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકીય ગલિયારોમાં અંદાજો લગાવાઈ રહ્યો હતો કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવી શકે છે. જો કે આલોક શર્માએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાને લઈ પોતાની મંછા જાહેર કરી દીધી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસ ક્યારેય RSSના પ્રોડક્ટનો સાથ ના આપી શકે. ત્યારે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસનો ત્રિપાંખીયો જંગ કેવો રસપ્રદ રહેશે તે જોવાનું રહ્યું.












Click it and Unblock the Notifications
