અરૂણ જેટલી અને નિર્મલા સીતારામન ગુજરાતની મુલાકાતે

Subscribe to Oneindia News

ગુજરાતની અગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી અને નવનિયુક્ત રક્ષામંત્રી નિર્મલા સીતારામન એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમને ગુજરાત ભાજપના પદાધિકારી સાથે આગામી ચૂંટણીની તૈયારીને લઈને સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અરુણ જેટલીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, કેશુભાઈ પટેલના પુત્રનું અમેરિકામાં થોડા સમય પહેલા નિધન થયું હતું. આથી તેમની મુલાકાત લીધી હતી.

bjp

નોંધનીય છે કે, આ વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અરુણ જેટલી અને નિર્મલા સીતારામનને જવાબદારી સોંપાવમાં આવી છે. અરુણ જેટલી ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે જયારે નિર્મલા સીતારામનને 2012 માં ગુજરાતમાં યોજાયેલ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં તેમની કામગીરી ખૂબ જ સારી રહી હતી આથી આ વર્ષો પણ તેમને આ કામગીરી સોપવામાં આવી છે.

English summary
Gujarat Assembly election: Arun Jaitley and Nirmala Sitharaman Gujarat visit

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.