વિજય રૂપાણી અને નીતિન પટેલની બેઠક વિષે થઇ આ સ્પષ્ટતા

Posted By:
Subscribe to Oneindia News

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતપોતાના મતવિસ્તારમાંથી જ લડશે. છેલ્લા ધણા સમયથી તેવી ચર્ચા ચાલી રહી છે કે, બંન્ને મોટા નેતાઓ આવનારી ચૂંટણીમાં પોતાની બેઠકો બદલવાના છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે, નીતિન પટેલ મહેસાણા અને વિજયા રૂપાણી તેમની રાજકોટથી બેઠકથી જ આ ચૂંટણી લડશે.એવી ચર્ચા હતી કે, પાટીદાર આંદોલનના લીધે નીતિન પટેલ મહેસાણાની પોતાની આ સીટ છોડી શકે છે. જયારે વિજય રૂપાણી પણ આંતરિક જુથબંધીની બીકે આ સીટ છેડવા માંગે છે.

vijay rupani and nitin patel

આ ઉપરાંત જીતુ વઘાણીએ કૉંગ્રેસ્ પર પણ નિશાન સાધ્યું હતું. અને જણાવ્યુ હતું કે, કૉંગ્રેસ હજુ નક્કી નથી કરી શકી કે, તેમના નેતા ક્યાંથી ચૂંટણી લડશે. અને આગામી ચૂંટણીમાં કૉંગ્રેસને 23 બેઠકો પણ નથી આવવાની. વધુમાં તેમને જણાવ્યું હતું કે, કૉંગ્રેસ 43 ધારાસભ્યને ટિકિટ અપાશે કે કેમ તે પણ નક્કી નથી કરી શકી. ભરતસિંહના બોલવાથી કઈ ના ચાલે, અશોક ગહેલોત, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કેમ નથી બોલતા? જીતુ વઘાણીએ કૉંગ્રેસના મોટા નેતાઓની બેઠકો જાહેર કરવાનો પણ પડકાર કૉંગ્રેસને આપ્યો હતો.

English summary
Gujarat assembly election: Clarification comes on Nitin patel and Vijay Rupani election seat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.