Opinion Poll : ગુજરાતમાં બનશે ભાજપની સરકાર

ગુજરાતમાં 115 સીટો સાથે બનશે ભાજપની સરકાર. ઇન્ડિયા ટૂડેના ઓપિનિયન પોલ સર્વેમાં બહાર આવી આ વાત. જાણો વધુ અહીં.

ગુજરાત હાલ જ્યાં બધા જ પરિબળો ભાજપની નૈયા ડૂબે તે તરફ ઇશારો કરી રહ્યા છે તે વચ્ચે ભાજપ માટે એક સારા સમાચાર આવ્યા છે. ઇન્ડિયા ટૂડે દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ મુજબ ભાજપને આવનારી ચૂંટણીમાં મોટી રાહત મળવાની છે. ઓપનિયન પોલ મુજબ ભાજપનો ગુજરાત અને હિમાચલ પ્રદેશ બન્ને રાજ્યોમાં મોટી જીત થવાની સંભાવનાઓ બની રહી છે. ઇન્ડિયા ટુડે ગ્રુપ અને Axis My Indiaની તરફથી ગુજરાતમાં કરાવવામાં આવેલા ઓપનિયન પોલમાં 18,243 લોકોએ ભાગ લીધો હતો. અને પોલ મુજબ ભાજપ ગુજરાતમાં 182 સીટોમાંથી 115 થી 125 સીટો જીતે તેવી સંભાવનાઓ બની રહી છે.

modi and rahul

ત્યાં જ કોંગ્રેસને આ વખતે 57 થી 65 સીટો મળવાની સંભાવના રહેલી છે. કુલ વોટમાં 48 ટકા વોટ ભાજપને મળ્યા છે જ્યારે કોંગ્રેસને 38 ટકા વોટ મળ્યા છે. વધુમાં ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ભાજપના ઉમેદવાદ વિજય રૂપાણી સૌથી આગળ દેખાઇ રહ્યા છે. ઓપિનિયન પોલમાં રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે 34 ટકા સાથે લોકો વિજય રૂપાણી પર પોતાની પહેલી પસંદગી ઉતારી રહ્યા છે. ત્યાં જ 19 ટકા વોટ સાથે શંકર સિંહ ગોહિલ મુખ્યમંત્રી પદમાં બીજા સ્થાને છે. એટલું જ નહીં હિમાચલ પ્રદેશમાં પણ ભાજપને 68 સીટોમાંથી 43 થી 47 સીટો મળશે અને તે બહુમત સાથે ગુજરાત સમેત અહીં પણ સરકાર બનાવશે તેવી સંભાવના છે. સાથે જ કોંગ્રેસને 21 થી 25 સીટો હિમાચલમાં મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X