For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Facts :ગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણની જાણવા જેવી વાતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણમાં સૌથી મોટી બેઠક અબડાસા તો સૌથી નાની બેઠક સુરતની કરજણ. આવી જ કેટલીક રસપ્રદ વાતો વધુ જાણો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

શનિવારે, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન હાલ ચાલી રહ્યું છે. 89 બેઠકો પર 2 લાખ કરતાં વધુ મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે. આ માટે આજે સવારથી જ લોકો લાંબી લાઇન લગાવીને ઊભા છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીનો આ મહાપર્વ શરૂ થઇ ગયો છે. પણ શું તમને ખબર છે કે પ્રથમ ચરણના આ મતદાનમાં સૌથી મોટી બેઠક અબડાસા તો સૌથી નાની બેઠક સુરતની કરજણ છે. સાથે જ આ વખતના પ્રથમ ચરણની ચૂંટણીમાં પુરૂષ મતદાર 1,11,05,933 અને મહિલા મતદાર 1,01,25,472 જેટલા છે. આવી જ કેટલીક રસપ્રદ વાતો વધુ જાણો અહીં...

અમદાવાદ

અમદાવાદ

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે યોજાઈ રહ્યું છે. 89 બેઠકો પર યોજાઈ રહેલા આ મતદાન માટે મતદારો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહીને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો આ 89 બેઠકોમાંથી 63 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 22 બેઠકો ગઈ હતી. જ્યારે 4 બેઠક પર અન્યનો વિજય થયો હતો.

પ્રથમ તબક્કાનું મતદાનઃ કુલ સીટ 89

પ્રથમ તબક્કાનું મતદાનઃ કુલ સીટ 89

મતદારોની સંખ્યા
આ 89 બેઠકોમાંથી સાત બેઠક એવી છે જેમાં દોઢ લાખ કરતાં વધુ અને બે લાખ કરતાં ઓછા મતદારો છે. જ્યારે બાકીની 82 બેઠકો પર 2 લાખ કરતાં વધુ મતદારો નોંધાયેલા છે.
પુરૂષ મતદાર - 1,11,05,933
મહિલા મતદાર- 1,01,25,472
થર્ડ જેન્ડર મતદાતા- 247
કુલ મતદાતા- 4,35,28,519

સૌથી મોટો-નાનો મત વિસ્તાર

સૌથી મોટો-નાનો મત વિસ્તાર

કચ્છની અબડાસા બેઠક 6,278 કિ.મી વિસ્તારમાં ફેલાયેલો સૌથી મોટો મત વિસ્તાર છે. જ્યારે સુરતની કારંજ બેઠક માત્ર 4 કિ.મી વિસ્તારમાં ફેલાયેલી છે. વળી સૌથી વધુ બેઠકો જેવા જઇએ તો સુરત જિલ્લામાં સૌથી વધુ 16 વિધાનસભા બેઠકો આવેલી છે. જ્યારે બીજી તરફ ડાંગ જિલ્લામાં માત્ર 1 જ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

કુલ ઉમેદવારો

કુલ ઉમેદવારો

પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 977 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાંથી 57 મહિલા ઉમેદવારો પણ છે. જેમાં જામનગર ગ્રામ્ય બેઠક પરથી 27 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બીજી તરફ ભરૂચ જિલ્લાની ઝઘડિયા અને ગણદેવી બેઠક પરથી માત્ર 3 જ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે.

English summary
Read here Gujarat assembly elections 2017 first phase interesting facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X