For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોંગ્રેસની જીત પાછળ આમનો પણ છે સિંહફાળો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભલે બહુમત ના મળ્યો હોય પણ કોંગ્રેસે તેની જોરદાર છાપ ગુજરાતના નક્શા પર છોડી છે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. ત્યારે કોંગ્રેસની આ જીત પાછળ કોનો હાથ છે જાણો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સવાર સુધીમાં જે રીતે પરિણામો આવ્યા છે તે દેખતા એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં કોંગ્રેસને મોટી સફળતા મળી છે. ભલે લોકોએ ભાજપને વધુ મત આપ્યા હોય પણ કોંગ્રેસ ભાજપને મોદીના ગઢ ગુજરાતમાં કાંટાની ટક્કર આપી રહ્યું છે. અને તેણે ભાજપની જૂની વોટબેંકને તોડી છે. જૂનાગઢ, જમાલપુર ખાડિયા જેવી અનેક ભાજપની જૂની બેઠકો તૂટી છે. અને ત્યાં કોંગ્રેસનો પંજો લહેરાવ્યો છે. આ વાત ભાજપ માટે જ્યાં ચિંતાજનક છે ત્યાં જ કોંગ્રેસ માટે આ પણ એક મોટી જીત થઇ. ત્યારે કોંગ્રેસની આ જીત પાછળ 4 લોકોનું મહત્વનો ફાળો છે. જેમાં ખુદ રાહુલ ગાંધી સમતે એક છોકરી અને આ બે નેતાઓનો હાથ છે. આ અંગે વધુ જાણો અહીં...

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

કોંગ્રેસની જીત પાછળ જો ખરેખરમાં કોઇ વ્યક્તિનો સિંહફાળો હોય તો તે છે હાર્દિક પટેલ. હાર્દિક પટેલનું નામ ખુદ રાહુલ ગાંધી કરતા પણ પહેલા મૂકવા પાછળનું કારણ તે છે કે હાર્દિકે ગામડામાં નબળી સ્થિતિમાં હોનાર ભાજપ પર નિશાનો તાંકી અનેક જનસભાઓ આ વિસ્તારોમાં કરી છે. અને ચૂંટણીના પરિણામોમાં તે વાત સ્પષ્ટ દેખાય છે કે જ્યાં ગ્રામ્ય સીટો પર પહેલા કમળ હતું ત્યાં હવે પંજો દેખાય છે.

Recommended Video

Gujarat Assembly elections : Hardik Patel alleges EVM tampering by BJP | Oneindia News
દિવ્યા સ્પંદના

દિવ્યા સ્પંદના

આ સિવાય કોંગ્રેસના સોશ્યલ મીડિયા પણ આ વખતે મહત્વનો રોલ ભજવ્યો છે. વિકાસ ગાંડો થયો છે થી લઇને રાહુલ ગાંધીના એક પછી એક સવાલો અને સોશ્યલ મીડિયામાં કોંગ્રેસના ટ્વિટ પાછળ સાઉથની હિરોઇન દિવ્યા સ્પંદના એટલે કે રામ્યાનો બહુ મોટા રોલ છે. રામ્યા હાલ કોંગ્રેસનું સોશ્યલ મીડિયા સંભાળી રહી છે. અને સોશ્યલ મીડિયા દ્વારા લોકોમાં રાહુલ ગાંધીને લોકપ્રિય કરવા પાછળ તેનો બહુ મોટા રોલ રહેલો છે તેમ માનવામાં આવે છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ચોક્કસથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધીનો નવો અંદાજ જોવા મળ્યો હતો. ચૂંટણીમાં ગબ્બરસિંહ ટેક્સથી લઇને મોદીની હવે કહે છે કે ના બોલીશ ના બોલવા દઇશ જેવા ચોટદાર ભાષણ, એક પછી એક જનસભાઓ કરી ખરેખરમાં રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસનું નવ સર્જન કર્યું છે. અને આ જીતમાં તેમનો પણ શ્રેય અને યોગદાન મહત્વનું છે.

અશોક ગેહલોત

અશોક ગેહલોત

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રભારી તેવા અશોક ગેહલોતનું પ્લાનિંગ પણ આ ચૂંટણીમાં જોરદાર રહ્યું છે. વાત હોય સોફ્ટ હિંદુત્વની કે પછી દલિતો, પાટીદારો અને ઓબીસીને એકજૂટ કરીને ભાજપ સામે લડવા મૂકવાની. અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકીની કામગીરીએ પણ ગુજરાતમાંથી નાબૂદ થવાના આરે ઊભેલી કોંગ્રેસને જીતનો સ્વાદ ચખાડ્યો છે.

English summary
Gujarat Assembly elections result : congress success story depended on this four leaders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X