For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 વર્ષમાં રાષ્ટ્રપતિનું ભાષણ અને યુથ પાર્લમેન્ટે સમગ્ર દેશું ધ્યાન ગુજરાત વિધાનસભા તરફ ખેંચ્યુ

દસમું સત્ર સન ૨૦૨૨-૨૩ના વર્ષનું પ્રથમ સત્ર હોઈ બંધારણની કલમ ૧૭૬(૧) અન્વયે સત્રની શરૂઆત તા.૦૨/૦૩/૨૦૨૨ના રોજ રાજયપાલના સંબોધનથી થઈ હતી.આ દિવસે સભ્યશ્રી રાકેશભાઇ શાહે રાજયપાલશ્રી એ સભાગૃહ સમક્ષ કરેલ સંબોધન બદલ તેમનો આભાર મા

|
Google Oneindia Gujarati News

દસમું સત્ર સન ૨૦૨૨-૨૩ના વર્ષનું પ્રથમ સત્ર હોઈ બંધારણની કલમ ૧૭૬(૧) અન્વયે સત્રની શરૂઆત તા.૦૨/૦૩/૨૦૨૨ના રોજ રાજયપાલના સંબોધનથી થઈ હતી.આ દિવસે સભ્યશ્રી રાકેશભાઇ શાહે રાજયપાલશ્રી એ સભાગૃહ સમક્ષ કરેલ સંબોધન બદલ તેમનો આભાર માનતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તા.૦૮/૦૩/૨૦૨૨ના રોજ સભાગૃહ દ્વારા આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

Nimaben

દસમા સત્ર દરમિયાન તા.૦૩/૦૩/૨૦૨૨ ના રોજ નાણાકીય વર્ષ-૨૦૨૨-૨૦૨૩ માટેનું રૂ.૨૪,૩૯,૬૪,૭૨,૪૫,૦૦૦/-નું અંદાજપત્ર અને વર્ષ-૨૦૨૧-૨૦૨૨ માટેનું રૂ.૧,૨૩, ૬૦,૪૩, ૦૯,૦૦૦/- નું ખર્ચનું પૂરક પત્રક રજૂ કરવામાં આવ્યું હતું.અંદાજપત્ર પર ૪ દિવસ સામાન્ય ચર્ચા અને ૧૨ દિવસ માગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરવામાં આવ્યું હતું.

દસમા સત્ર દરમ્યાન તા. ૨૪/૦૩/૨૦૨૨ના રોજની વિધાનસભાની ખાસ બેઠકમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના આદરણીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ વિધાનસભા ગૃહમાં સંબોધન કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના સંસદીય ઈતિહાસમાં આદરણીય રાષ્ટ્રપતિએ સંબોધન કર્યાનો આ પ્રથમ અવસર હતો.

નવમા સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની ૪૩૭ સૂચનાઓ અને અતારાંકિત પ્રશ્નોની ૭૩૮ સૂચનાઓ દાખલ કરવામાં આવી હતી. દસમા સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની ૪૩૭૬ સૂચનાઓ અને અતારાંકિત પ્રશ્નોની ૭૬૯ સૂચનાઓ દાખલ કરવામાં આવી હતી. અગિયારમા સત્ર દરમિયાન અતારાંકિત પ્રશ્નોની સૂચના ૫૪ મળેલ હતી જે પૈકી ૩૧ અતારાંકિત સૂચનાઓ દાખલ કરવામાં આવેલ હતી. તદઉપરાંત, અગિયારમા સત્ર દરમ્યાન ટૂંકી મુદતની કુલ ૩ સૂચનાઓ દાખલ કરેલ હતી. સભાગૃહમાં તેની ચર્ચા થઈ હતી.

નવમા, દસમા અને અગિયારમા સત્રમાં કુલ ૧૮ સરકારી વિધેયકો રજૂ થયા હતા અને અગિયારમા સત્ર દરમિયાન એક સરકારી વિધેયક સભાગૃહની અનુમતીથી પાછું ખેંચવામાં આવ્યું હતું.૧ બિન - સરકારી વિધેયક પર ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી.

નવમા અને અગિયારમા સત્રમાં બિન સરકારી કામકાજ હાથ ધરવામાં આવેલ ન હતું જયારે દસમા સત્ર દરમિયાન 3 બિન સરકારી સંકલ્પો સભાગૃહમાં ચર્ચાયા હતા તે પૈકી ૨(બે) સંકલ્પોનો સભાગૃહ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો જયારે ૧(એક) સંકલ્પનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.

નિયમ-૧૦૨ હેઠળના છેલ્લા દિવસના પ્રસ્તાવ હેઠળ નવમા સત્રમાં "રાજયમાં વૃક્ષારોપણની કામગીરીને વધુ અસરકારક કરવા અંગે", દસમા સત્રના છેલ્લા દિવસે "રાજયમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા અને ખેડૂતોના દેવા માફ કરવા અંગે" અને અગિયારમા સત્રમાં "રાજયમાં જીવન જરૂરી ચીજ-વસ્તુઓના ભાવો અંકુશમાં લેવા અંગે"ના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

નવમા સત્ર દરમિયાન કુલ-૩, દસમા સત્ર દરમિયાન કુલ-૧૧ પોઇન્ટ ઓફ ઓર્ડરના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. દસમા સત્ર દરમિયાન સભાગૃહના અવમાનનો એક બનાવ બન્યો હતો જયારે અગિયારમા સત્ર દરમિયાન સભાગૃહના અવમાનનો બે બનાવ બન્યા હતા .

દસમા સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૧૦૧ હેઠળ આઝાદીની લડતના શહીદો સ્વ. ભગતસિંહ, સુખદેવ અને શિવરામ રાજગુરૂને શ્રધ્ધાંજલિ આપતો એક સરકારી પ્રસ્તાવ ગૃહમાં ચર્ચાયો હતો.

જાહેર અગત્યની બાબત ઉપર ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૪૪ અન્વયે દસમા સત્ર દરમ્યાન માનનીય મંત્રી દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું.

દસમા સત્ર દરમિયાન જાહેર અગત્યની બાબતો પર ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ અન્વયે મંત્રીનું ધ્યાન દોરતી બે સૂચનાઓ પર સભાગૃહમાં માનનીય પશુપાલન મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય મંત્રીશ્રી દ્વારા નિવેદનો કરવામાં આવ્યા હતા.

નવમા સત્ર દરમિયાન કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક, જયારે દસમા અને અગિયારમા સત્ર દરમ્યાન જુદી-જુદી સમિતિઓની અનુક્રમે ૧૪ અને ૩ બેઠકો મળી હતી, નવમા સત્ર દરમિયાન કામકાજ સલાહકાર સમિતિનો-૧, દસમા અને અગિયારમા સત્રો દરમ્યાન જુદી-જુદી સમિતિઓના ગૃહમાં અનુક્રમે ૧૭ અને ૧૩ અહેવાલો રજૂ થયા હતા.

નવમા સત્રમાં નાણાકીય સમિતિઓની ખાલી પડેલ જગ્યાઓ ઉપર ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. દસમા સત્રમાં નાણાકીય તેમજ બિન નાણાકીય સમિતિઓની મુદ્દત વિધાનસભાના વિસર્જન સુધી લંબાવવાની તથા જાહેર હિસાબ સમિતિ અને જાહેર સાહસો માટેની સમિતિઓ પર ખાલી પડેલ જગ્યાઓ માટેના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

બંધારણ તથા પ્રવર્તમાન કાયદાની જોગવાઇઓ અન્વયે બોર્ડ/કોર્પોરેશનોના નવમાં સત્રમાં કુલ-૨૦, દસમા સત્ર દરમિયાન કુલ-૭૩ અને અગિયારમા સત્રમાં કુલ-૧૫ અહેવાલો તથા નવમા સત્ર દરમિયાન ભારતના કોટ્રોલર અને ઓડિટર જનરલના સન ૨૦૧૯-૨૦ના વર્ષના રાજ્યની નાણાકીય પરિસ્થિતિ પરનો ઓડિટ અહેવાલ (ગુજરાતી અને અંગ્રેજી), દસમા સત્રમાં ગુજરાત સરકારના સન ૨૦૨૦-૨૧ના વર્ષના રાજ્યના નાણાકીય હિસાબો (ભાગ-૧ અને ભાગ-૨) (ગુજરાતી અને અંગ્રેજી), ગુજરાત સરકારના સન ૨૦૨૦-૨૧ના વર્ષના વિનિયોગ હિસાબો (ગુજરાતી તથા અંગ્રેજી), ભારતના કોટ્રોલર અને ઓડિટર જનરલના સન ૨૦૨૦-૨૧ના વર્ષના રાજ્યની નાણાકીય પરિસ્થિતિ પરનો ઓડિટ અહેવાલ (ગુજરાતી અને અંગ્રેજી)તથા નિરિક્ષકશ્રી, સ્થાનિક ભંડોળ હિસાબના સન ૨૦૧૪-૧૫ના વર્ષનો મહાનગરપાલિકાઓ પરનો ઓડિટ અહેવાલ તેમજ સન ૨૦૧૮-૧૯ના વર્ષનો નગરપાલિકાઓ પરનો ઓડિટ અહેવાલ તથા આ અહેવાલોને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલ વિલંબ અંગેના કારણો દર્શાવતાં નિવેદનો સભાગૃહના મેજ ઉપર મૂકવામાં આવ્યા હતા અને અગિયારમા સત્રમાં ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો ગુજરાત સરકાર દ્વારા હવા પ્રદૂષણ નિયંત્રણ અંગેની કામગીરીનો ઓડીટ અહેવાલ (ગુજરાતી અને અંગ્રેજી) સભાગૃહના મેજ ઉપર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત નવમા સત્રમાં કુલ-૩૩ અધિસૂચનાઓ, દસમા સત્રમાં કુલ-૩૬ અધિસૂચનાઓ અને એક વટહુકમ અને અગિયારમા સત્રમાં કુલ-૨૭ સરકારી અધિસૂચનાઓ અને એક બાંહેધરી પત્રક અને એક વટહુકમ સભાગૃહના મેજ પર મૂકવામાં આવી હતી.

નવમા સત્ર દરમિયાન કોરોના મહામારીના કારણે પ્રેક્ષેકોને સભાગૃહની કાર્યવાહી જોવા સંબંધમાં પાસ આપવામાં આવ્યા ન હતા. દસમા સત્ર દરમિયાન રાજ્યમાંથી ૮,૨૦૫ જેટલા પ્રેક્ષકોએ ગૃહની કાર્યવાહી નિહાળી હતી.

દસમા સત્રના સભાગૃહની છેલ્લા દિવસની બેઠક તા.૩૧/૦૩/૨૦૨૨ના રોજ રાત્રે ૦૧-૩૮ કલાકે પૂરી થઇ હતી.

એપ્રીલ - ૨૦૨૨માં આસામ ખાતે યોજાયેલ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશનની કોન્ફરન્સમાં માનનીય અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ 1) Harnessing Youth Energy For National Development And The Common Good 2) Mainstreaming Youth Centric Polices અંગે પોતાનું વકતવ્ય આપેલ હતું.

કેનેડા ખાતે તા. ૨૦/૦૮/૨૦૨૨ થી તા. ૨૬/૦૮/૨૦૨૨ દરમ્યાન યોજાયેલ કોમન પાર્લામેન્ટ એસોસીએશનની કોન્ફરન્સમાં માનનીય અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ 1) Role of Parliaments in Achieving Sustainable Development અને 2) " Remaining Relevant in Response to Pandemic: The Role and Responsibilities of Parliament Talk Show" Sensitive Parliaments અંગે પોતાનું વકતવ્ય આપેલ હતું. 3) Building Gender

આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે તા. ૨૧/૦૭/૨૦૨૨ના રોજ ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર માનનીય અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની પ્રેરણા અને માર્ગદર્શન અધ્યક્ષતામાં આજનો યુવાવર્ગ પોતાની આંતરિક શકિતઓને ઉજાગર કરી, આવનારા સમયની માંગ સાથે નિષ્પક્ષ અને નિડર લોકપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપી તેનો ઉકેલ લાવી શકે તેવા શુભ આશયથી યુવા મોડેલ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન કરેલ હતું.

અગિયારમા સત્રમાં શ્રેષ્ઠ ધારાસભ્યશ્રી સંસદીય લોકશાહીમાં વિધાન મંડળોને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તરીકે વિધાનસભા, લોકસભા વગેરે વિધાનમંડળોએ લોકોની અપેક્ષા અને જરૂરીયાત મુજબ સરકારમાં તેમના નિયમો અને પ્રણાલીઓની ઠંડી સમજ ધરાવતા હોય અને તેઓની ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડથી નવાજવાની ગુજરાત વિધાનસભામાં પહેલ કરવામાં આવેલ છે. જેથી સન-૨૦૨૧ અને સન-૨૦૨૨ ના વર્ષના "શ્રેષ્ઠ ધારાસભ્યો" તરીકે અનુક્રમે માનનીય સભ્યશ્રી જીતુભાઇ સુખડીયાની અને માનનીય સભ્યશ્રી શૈલેષભાઇ પરમારની પસંદગી કરવામાં આવેલ છે. ઉકત બંને ધારાસભ્યોને એવોર્ડ તા. ૨૨/૦૯/૨૦૨૨ના રોજ સભાગૃહમાં આપવામાં આવેલ છે.

ભારતમાં સંસદીય લોકશાહીના વિકાસ માટે મધ્યસ્થ ધારાસભા અને પ્રાંતિય ધારાસભાઓના પ્રેસીડેન્ટ (અધ્યક્ષ) અરસ-પરસ ચર્ચા કરી શકે તે માટે રચાયેલ ફોરમ જેની ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં, ઉજવણીના ભાગરૂપે હિમાચલ પ્રદેશમાં શીમલા ખાતે દરની અખીલ ભારતીય વિધાનમંડળોના પ્રમુખ અધિકારીઓની પરિષદ તા. ૧૭/૧૧/૨૧થી તા. ૧૮/૧૧/૨૧ ના રોજ લોકસભાના માનનીય અધ્યક્ષશ્રી ઓમબિરલાના અધ્યક્ષપદે યોજાયેલ હતી જેમાં, ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યને સભ્ય બનવાનું બહુમાન પ્રાપ્ત થયેલ હતું. ઉપરાંત, પરિષદના સંચાલન માટે રચવામાં આવેલ સ્થાયી સમિતિની બેઠકમાં ડૉ. નીમાબેન આચાર્યએ ભાગ લીધો હતો અને મહત્વના સૂચનો કર્યા હતા. ડૉ. નીમાબેન આચાર્યની પરિષદના પ્રમુખોની પેનલ ઉપર નિમણૂંક થયેલ હતી. તેમજ માનનીયશ્રી ઓમ બિરલાજી સાથે ડાયસ ઉપર સ્થાન મળ્યું હતું. જે ગુજરાત માટે ગૌરવરૂપ છે.

વિધાનમંડળોની પ્રમુખ અધિકારીઓની પરિષદમાં પસાર કરવામાં આવેલ ઠરાવ મુજબ લોકસભાના માનનીય અધ્યક્ષશ્રી ઓમબિરલાજી દ્વારા શ્રેષ્ઠ વિધાનસભા / વિધાન પરિષદ એવોર્ડ આપવા માટે માપદંડો સૂચવવા માટેની સમિતિના સભ્ય તરીકે ડો. નીમાબેન આચાર્યની વરણી કરવામાં આવેલ છે. જે ગૌરવરૂપ ઘટના છે.

English summary
The PM will also inaugurate the Regional Science Center and the APPL container
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X