ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ
ગુજરાત સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓને ખોટી ગણાવીને સ્પષ્ટતા કરી છે. સરકારે ખાતરી આપી છે કે હાલ રાજ્યના તમામ શહેરોમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે લોકોને ગભરાટમાં ન આવવા અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "રાજ્ય પાસે પૂરતો બફર સ્ટોક છે અને પંપ પર લાઈનો લગાવવી બિનજરૂરી છે."

રાજ્ય સરકારે ડીલરોને કડક ચેતવણી આપી છે કે, સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં જો કોઈ વેચાણ બંધ રાખશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ઈંધણની કૃત્રિમ અછત ઊભી કરનારાઓ સામે કાયદેસરના સખત પગલાં લેવામાં આવશે.
IOCL ના અધિકારીઓએ પણ પરિસ્થિતિ સામાન્ય હોવાની ખાતરી આપી છે, જણાવ્યું કે કંપનીના તમામ ડેપો અને ટર્મિનલ્સ પર પૂરતી ઇન્વેન્ટરી તૈયાર છે. સપ્લાય ચેઈન સતત સક્રિય હોવાથી ગમે ત્યારે ઈંધણ ઉપલબ્ધ રહેશે.
તમામ નાગરિકોને વિનંતી છે કે, પેટ્રોલ-ડીઝલને લઈને સોશિયલ મીડિયા કે વ્હોટ્સએપના માધ્યમથી ફેલાતી કોઈ પણ અફવાઓમાં આવીને સત્તાવાર જાણકારી વગર ભાગદોડ કરવાની જરૂર નથી.
— Harsh Sanghavi (@sanghaviharsh) March 23, 2026
રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થા અને સપ્લાયનું દૈનિક નિરીક્ષણ કરવામાં આવે છે. રાજ્યના તમામ… pic.twitter.com/oLZyl15gcQ
પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને માહિતી આપી કે ઓઈલ કંપનીઓએ સપ્લાયના કલાકો અને જથ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહીને બિનજરૂરી ભીડ ન કરવા વિનંતી કરી.
સત્તાવાર રીતે ખાતરી આપવામાં આવી છે કે ગુજરાતમાં ભવિષ્યમાં પણ ઈંધણની કોઈ તકલીફ ઊભી નહીં થાય. નાગરિકોને અફવાઓથી દૂર રહીને, સામાન્ય દિવસોની જેમ જ પોતાની જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલ ખરીદવા અનુરોધ કરાયો છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
