તસ્કરો માટે સેફ ઝોન બન્યું ગુજરાત, પકડાયું 7 હજાર કરોડનું ડ્રગ્સ
પંજાબની સરહદ પર વધી હેલી હિંસા અને પાકિસ્તાન સાથે LoC પર વેપાર રદ થવાથી હવે ગુજરાતના કિનારાનો ઉપયોગ કરી નશીલા પદાર્થની ચોરીમાં વૃદ્ધિ થઈ છે.
ગુજરાતમાં એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ ખુલાસો કર્યો છે કે પંજાબની સરહદ પર વધી હેલી હિંસા અને પાકિસ્તાન સાથે LoC પર વેપાર રદ થવાથી હવે ગુજરાતના કિનારાનો ઉપયોગ કરી નશીલા પદાર્થની ચોરીમાં વૃદ્ધિ થઈ છે. જુદી જુદી પાંચ ઘટનાઓમાં 7 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. શુક્લાનું કહેવું છે કે ગુજરાત છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરીના કેન્દ્ર તરીકે ઉભર્યું છે.

ATSના નાર્કોટિક્સે જપ્ત કર્યું
લાંબા સમય બાદ ગુજરત દાણચોરીનું સેન્ટર બની ચૂક્યુ છે. અહીં 80 અને 90ના દાયકામાં ઓખા, સલાયા, ટૂના અને માંડવી વચ્ચે સમુદ્રી માર્ગનો ઉપયોગ સોના, ઈલેક્ટ્રોનિક સામાન અને વિસ્ફોટકોની તસ્કરી માટે કરવામાં આવતો હતો. જો કે ગુજરાત એટીએસે આ જ રૂટ પરથી નાર્કોટિક્સ જપ્ત કર્યું છે.

તસ્કરીના પ્રયાસો વધ્યા
હોર્મુજની ખાડીમાં સંયુક્ત ટાસ્ક ફોર્સ 150 અંતર્ગત અમેરિકાએ સુરક્ષા વધારી છે. આ ઉપરાંત શ્રીલંકના નૌસેનાના કડક પહેરા છે, તેઓ તસ્કરોને જોતા જ ઠાર કરી દે છે. સૂત્રો દ્વારા મલતી માહિતી પ્રમાણે લિટ્ટે તસ્કરી નેટવર્ક તૂટવાની સાથે સાથે તાજેતરમાં જ તસ્કરો ગુજરાતના રૂટનો ઉપયોગ વધારી રહ્યા છે.

દરિયાકિનારાના માધ્યમથી તસ્કરી
આ અન્ય કારણો ઉપરાંત ગુજરાત એટીએસે ચોકીપહેરો વધાર્યો છે. કારણ કે 2022માં દોહા, કદારમાં થનારા ફીફા વર્લ્ડ કપમાં કેટલાક ફૂટબોલ પ્રશંસકો પાસેથી અપેક્ષિત દવાની માગ વધી છે. કેટલાક લોકો ગુરાતના દરિયકિનારાનો ઉપયોગ કરીને નશીલી દવાની તસ્કરી કરી રહ્યા છે. ATS તેમના પર નજર રાખી રહી છે.

2022માં ફૂટબોલ ઈવેન્ટને લઈ સતર્ક
ગુજરાત એટીએસના સૂત્રોનું કહેવું છે કે 2022ની ફૂટબોલ ઈવેન્ટ નજીક આવવાને કારણે સિક્યોરિટી વધવાની આશંકાથી કેટલાક લોકો નશીલી દવાઓનો સ્ટોક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે જ એટીએસને શંકા છે કે તે ભારત અને પશ્ચિમ એશિયાના રૂટનો ઉપયોગ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે પહેલીવાર ફીફા ઈવેન્ટ હોસ્ટ કરી રહ્યા છે.

બે ગાડીમાંથી પકડાયું 24 કિલો બ્રાઉન સુગર
ગુજરાત એટીએસના અધિકારીઓએ પોતાની તપાસ દરમિયાન અફ્ઘાનિસ્તામાં અફીણના 61 ટકા ઉત્પાદન વધ્યું હોવાના સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટના હવાલાથી ગુજરાતમાં તસ્કરી વધવાની આશંકા દર્શાવી છે. એટીએસનો દાવો છે કે અત્યાર સુધીની તસ્કરીની કોશિશોને નિષ્ફળ બનાવાઈ છે. ગુજરાતના દરિયાકિનારે હાલની ઘટનાઓ પહેલા 17 જાન્યુઆરી 2003માં સુરત શહેરની પોલીસ બે કારમાંથી 24 કિલો બ્રાઉન સુગર પકડ્યું હતું. આ ડ્રગ્સ કુખ્યાત ડ્રગ તસ્કર અયૂબ કસમ અજમેરીએ કોઈમ્બતુરથી કેરળ થઈને શ્રીલંકા માટે મોકલ્યું હતું.

સતર્કતા વધારવાના પ્રયત્ન
ગુજરાતમાં 33 હજારથી વધુ ટ્રોલર, માછીમારોની હોડીઓ રજિસ્ટર છે. જેના કારણે તમામ પર નજર રાખવી અઘરી છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમામે અન્ય દેશો સાથે સૂચનાઓના આદાન પ્રદાન ઉપરાંત માછીમારોના સમુદાય સાથે વાતચીત કરી સતર્કતા વધારવાના પ્રયત્ન થઈ રહ્યા છે.
આ પણ વાંચો: નોટબંધીના અઢી વર્ષ પછી ગુજરાત પોલીસને 1 કરોડના જુના નોટ મળ્યા












Click it and Unblock the Notifications
