For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભા પેટાચૂંટણી માટે ગુજરાત ભાજપ સંસદીય બોર્ડની આજે બેઠક

વિધાનસભા પેટાચૂંટણી માટે ગુજરાતમાં પ્રદેશ ભાજપ સંસદીય બોર્ડની બેઠક આજે થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ વિધાનસભા પેટાચૂંટણી માટે ગુજરાતમાં પ્રદેશ ભાજપ સંસદીય બોર્ડની બેઠક આજે થઈ રહી છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલ હાજર રહેશે. જેમાં આવતા મહિને 8 સીટો પર આયોજિત થનાર વિધાનસભા પેટાચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા થશે. બેઠકમાં રાજ્ય સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા, પેટાચૂંટણીના પ્રદેશ પ્રભારી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

bjp gujarat

આ 8 સીટો પર થવાની ચૂંટણી

ગુજરાતમાં જે 8 સીટો માટે ચૂંટણી થવાની છે તેમાં કચ્છ જિલ્લાની અબડાસા સીટ, સુરેન્દ્રનગર જિલ્લાની લિંબડી સીટ, અમરેલી જિલ્લાની ધારી સીટ, બોટાદ જિલ્લાની ગઢડા(સુરક્ષિત સીટ), વડોદરા જિલ્લાની કરજણ સીટ, વલસાડ જિલ્લાની કપરાડા(સુરક્ષિત સીટ), મોરબી સીટ અને ડાંગ (સુરક્ષિત સીટ) સીટો શામેલ છે. આ વિધાનસભા સીટો પર આગામી 3 નવેમ્બરે પેટાચૂંટણી થશે. ત્યારબાદ મતગણતરી 10 નવેમ્બરે થશે. 10 નવેમ્બરે જ બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ આવશે.

કોંગ્રેસનો નિર્ણય - જીતી શકે તેવા ઉમેદવાર જ લડશે ચૂંટણી

ભાજપની તૈયારી પહેલા જ કોંગ્રેસે એલાન કરી દીધુ છે કે ગુજરાતની આઠ સીટો પર આવતા મહિને યોજાનાર પેટાચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવશે. જે પણ સ્થાનિક કાર્યકર્તા અને નેતા નક્કી કરશે તે નામોની પસંદગી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાલમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તા સાથે ચર્ચા વિચારણ કરીને 2થી 3 નામોની પેનલ બનાવી હતી. આ પેનલ દિલ્લી હાઈકમાન્ડનો મોકલવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં પાસ થયુ ટ્રિપલ આઈટી બિલ, જાણો લાભગુજરાત વિધાનસભામાં પાસ થયુ ટ્રિપલ આઈટી બિલ, જાણો લાભ

English summary
Gujarat BJP Parliamentary Board's meeting for assembly by-polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X