ગુજરાતમાં શિંદે વિરૂદ્ધ BJPના દેખાવો - ધરણાં

શિંદેએ "હિન્દુ આતંકવાદ" અને "ભગવા આતંકવાદ" જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ અને કેન્દ્રમાં બેઠેલી તેની સરકાર દેશમાં વિઘટનકારી વિચારો વ્યક્ત કરીને દેશને નુકસાન કરવાનું હલકું કૃત્ય કરી રહ્યા છે.
હિન્દુસ્તાનની સરહદે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાને બદલે આતંકવાદી કૃત્યો કરનાર દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહન મળે તેવા વાણી-વિલાસ કોંગ્રેસના આગેવાનો દ્વારા વારંવાર કરવામાં આવે છે. દેશમાં આંતરીક સુરક્ષાના પ્રશ્નો કેન્દ્રની કોંગ્રેસ સરકારના કારણે ઉદ્ભવી રહ્યા છે.
વોટબેંકની રાજનીતિ કરનાર કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર સામે ભાજપ સમગ્ર ગુજરાતમાં ધરણા અને દેખાવોના કાર્યક્રમો 24 જાન્યુઆરી, 2013ને ગુરૂવારના રોજ કરશે. આ કાર્યક્રમમાં મહાનગરોમાં અને અન્ય સ્થાનો ઉપર પાર્ટીના આગેવાનો - પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુ જામનગરમાં, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરશોત્તમભાઈ રૂપાલા કર્ણાવતી મહાનગરમાં, રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષા સ્મૃતિ ઇરાની વડોદરા મહાનગરમાં, જયંતિભાઈ બારોટ સુરત મહાનગરમાં, વિજયભાઈ રૂપાણી રાજકોટ મહાનગરમાં, કૌશિકભાઈ પટેલ નડિયાદ, શંકરભાઈ ચૌધરી પાલનપુર, બાલુભાઈ શુકલ આણંદ, આઇ કે જાડેજા ગાંધીનગર મહાનગરમાં, મનસુખભાઈ માંડવીયા ભાવનગર મહાનગરમાં અને અન્ય પ્રદેશના આગેવાનો પોતાના પ્રભારી જીલ્લામાં પણ ઉપસ્થિત રહેશે.












Click it and Unblock the Notifications
