For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ભાજપ મોદીના નામની ઘોષણાને વધાવવા તૈયાર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 13 સપ્ટેમ્બર : આજે ગુજરાતના વિકાસ પુરુષ, રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આગામી લોકસભા ચૂંટણી 2014 માટે પીએમ પદના ઉમેદવાર તરીકેની ઘોષણા માટેની તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. મોદીના નામની જાહેરાત માટે રાષ્ટ્રીય સ્તરે માત્ર ઔપચારિકતા જ બાકી રહી છે ત્યારે આનંદના સમાચારને વધાવી લેવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલયે જોરદાર ઉજવણીનું આયોજન કર્યું છે. આવો જાણીએ કેવો છે ઉજવણીની તૈયારીનો માહોલ...

ઢોલ - નગારા અને આઇસક્રીમથી ઉજવણી

ઢોલ - નગારા અને આઇસક્રીમથી ઉજવણી

આજે મોદીના નામની જાહેરાતની તૈયારીના પગલે ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ગયા છે. ખાનપુર ખાતે લગ્નની જેમ શરણાઇનાં ઢોલ ઢબૂકે તેવી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપના તમામ હોદ્દેદાર કે જેઓ ચૂંટણી તૈયારીના ભાગરૂપે પ્રવાસ આયોજિત કરી ચૂક્યા હતા તેમણે તેમના પ્રવાસ રદ કરી દીધા છે. આવનારા મહેમાનો માટે ચા-નાસ્તાની તૈયારીઓ થઇ ચૂકી છે. ટીવીની ચેનલો અને તેમનાં અપડેટની ગોઠવણી થઇ ગઇ છે. મોદીના નામની જાહેરાત થાય તેના પગલે જ ઢોલ વાગે અને આઇસક્રીમની ઉજાણી થાય તેવી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે

નવા વર્ષના આગમન જેવો આનંદ

નવા વર્ષના આગમન જેવો આનંદ

આજે નવા વર્ષની ઉજવણીની જેમ મોદીના નામની જાહેરાત થતાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો એકબીજાને વળગીને અભિનંદનની આપ-લે કરશે. મોઢું મીઠું કરાવશે અને પેંડા પણ વહેંચશે. મહિલા મોરચાની બહેનો ઢબૂકતા ઢોલની સાથે ગરબા કરશે.

પક્ષના મોટા ગજાના નેતાઓ કાર્યાલય પર હાજર રહેશે

પક્ષના મોટા ગજાના નેતાઓ કાર્યાલય પર હાજર રહેશે

અત્યારથી જ ભાજપના કાર્યાલયમાં સાફસૂફી સાથે મોદીની વડા પ્રધાનપદની ઉમેદવારીની જાહેરાતની ઉજવણીની તૈયારીઓ માટે નાસ્તાના ઓર્ડર અપાઇ ચૂક્યા છે. સાંજના ચાર વાગ્યાથી ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો મેળો ભરાવવાનું શરૂ થઇ ગયું છે. સાથેસાથે શહેર કાર્યાલય પણ આ તૈયારીઓમાં સામેલ થઇ ગયું છે.

શહેર કાર્યાલયે પણ ઉત્સાહનો વાયરો

શહેર કાર્યાલયે પણ ઉત્સાહનો વાયરો

શહેર પ્રમુખનું કાર્યાલય પણ આ તમામ તૈયારીમાં ભાગ લઇ રહ્યું છે. આમ મોદીની તાજપોશીના પગલે હવે આજ સાંજનો બીજો એજન્ડા એ હશે કે મોદી પછી હવે કોણ? સૌ પોતપોતાના માનીતા નેતાઓની સાથેનાં કનેક્શનો મજબૂત કરવામાં લાગી જશે. જૂના સંબંધોને તાજા કરશે તો કેટલાક લોકસભાની ચૂંટણીમાં દરેક રાજ્યમાં પ્રચાર અર્થે જવા માટેની તૈયારીના ભાગરૂપે નામ રજિસ્ટર્ડ કરાવી દેશે. આમ, આજે ભાજપ કાર્યાલય પર ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે.

રાજ્યભરનાં ભાજપ કાર્યાલયોમાં એક જ સમયે ઉજવણી

રાજ્યભરનાં ભાજપ કાર્યાલયોમાં એક જ સમયે ઉજવણી

નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી તો છે જ, પરંતુ રાષ્ટ્રીય ફલક ઉપર જવાના કારણે ભાજપના ગુજરાતના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના ઉત્સાહમાં એકદમ વધારો થશે. આજે તમામ મોટા ગજાના નેતાઓ કાર્યાલય પર સાંજના પાંચ વાગ્યાથી હાજર રહેશે, જેથી સંસદીય બોર્ડમાં મોદીનું નામ જાહેર થતાંની સાથે જ અન્ય સ્થળે પણ ઉજવણીની જાણ કરી શકાય. આ ઉજવણી રાજ્યના તમામ જિલ્લાના પક્ષનાં કાર્યાલય પર પણ કરવામાં આવે તેવી એક વિચારણા પણ થઇ રહી છે અને વિધિવત્ જાહેરાત થયા બાદ મોદી માટે સન્માન સમારંભ આયોજિત કેવી રીતે કરવો? અને ક્યાં કરવો? તેનું પણ આયોજન પક્ષના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી રહ્યું છે

દિવાળીની જેમ ફટાકડા ફોડાશે

દિવાળીની જેમ ફટાકડા ફોડાશે

દિવાળી નજીક આવી રહી હોવાના કારણે તેમજ સામાન્ય રીતે ક્રિકેટ મેચમાં થયેલી જીત હોય, લગ્નપ્રસંગ હોય કે સારા કાર્યની ઉજવણી હોય, ફટાકડા ફોડવા એ હવે ઉજવણીનો એક ભાગ બની ગયું છે. માટે આજે આટલા લાંબા સમયથી મોદીના નામની જાહેરાતની રાહ જોઇ રહેલા કાર્યકર્તાઓ ફટાકડાના બોક્સ લઇને જ કાર્યાલય પર આવવાની તૈયારી કરી ચૂક્યા છે. જેવી મોદીના નામની જાહેરાત થશે તે સાથે જ જેપી ચોકમાં ફટાકડા ફોડવાનું શરૂ થઇ જશે.

કાર્યકરોમાં અનોખો ઉત્સાહ

કાર્યકરોમાં અનોખો ઉત્સાહ

ગુજરાતના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના ઉત્સાહમાં એકદમ વધારો થયો છે. આ ઉત્સાહને તેઓ પોતાના માનીતા નેતાની જીત માટેના પ્રયત્નોમાં ફેરવશે.

ગુજરાત ભાજપ મોદીના નામની ઘોષણાને વધાવવા તૈયાર

ગુજરાત ભાજપ મોદીના નામની ઘોષણાને વધાવવા તૈયાર

શહેર કાર્યાલયે પણ ઉત્સાહનો વાયરો

ગુજરાત ભાજપ મોદીના નામની ઘોષણાને વધાવવા તૈયાર

ગુજરાત ભાજપ મોદીના નામની ઘોષણાને વધાવવા તૈયાર

શહેર કાર્યાલયે પણ ઉત્સાહનો વાયરો

ગુજરાત ભાજપ મોદીના નામની ઘોષણાને વધાવવા તૈયાર

ગુજરાત ભાજપ મોદીના નામની ઘોષણાને વધાવવા તૈયાર

શહેર કાર્યાલયે પણ ઉત્સાહનો વાયરો

ઢોલ - નગારા અને આઇસક્રીમથી ઉજવણી
આજે મોદીના નામની જાહેરાતની તૈયારીના પગલે ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ગયા છે. ખાનપુર ખાતે લગ્નની જેમ શરણાઇનાં ઢોલ ઢબૂકે તેવી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપના તમામ હોદ્દેદાર કે જેઓ ચૂંટણી તૈયારીના ભાગરૂપે પ્રવાસ આયોજિત કરી ચૂક્યા હતા તેમણે તેમના પ્રવાસ રદ કરી દીધા છે. આવનારા મહેમાનો માટે ચા-નાસ્તાની તૈયારીઓ થઇ ચૂકી છે. ટીવીની ચેનલો અને તેમનાં અપડેટની ગોઠવણી થઇ ગઇ છે. મોદીના નામની જાહેરાત થાય તેના પગલે જ ઢોલ વાગે અને આઇસક્રીમની ઉજાણી થાય તેવી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.

નવા વર્ષના આગમન જેવો આનંદ
આજે નવા વર્ષની ઉજવણીની જેમ મોદીના નામની જાહેરાત થતાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો એકબીજાને વળગીને અભિનંદનની આપ-લે કરશે. મોઢું મીઠું કરાવશે અને પેંડા પણ વહેંચશે. મહિલા મોરચાની બહેનો ઢબૂકતા ઢોલની સાથે ગરબા કરશે.

પક્ષના મોટા ગજાના નેતાઓ કાર્યાલય પર હાજર રહેશે
અત્યારથી જ ભાજપના કાર્યાલયમાં સાફસૂફી સાથે મોદીની વડા પ્રધાનપદની ઉમેદવારીની જાહેરાતની ઉજવણીની તૈયારીઓ માટે નાસ્તાના ઓર્ડર અપાઇ ચૂક્યા છે. સાંજના ચાર વાગ્યાથી ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો મેળો ભરાવવાનું શરૂ થઇ ગયું છે. સાથેસાથે શહેર કાર્યાલય પણ આ તૈયારીઓમાં સામેલ થઇ ગયું છે.

શહેર કાર્યાલયે પણ ઉત્સાહનો વાયરો
શહેર પ્રમુખનું કાર્યાલય પણ આ તમામ તૈયારીમાં ભાગ લઇ રહ્યું છે. આમ મોદીની તાજપોશીના પગલે હવે આજ સાંજનો બીજો એજન્ડા એ હશે કે મોદી પછી હવે કોણ? સૌ પોતપોતાના માનીતા નેતાઓની સાથેનાં કનેક્શનો મજબૂત કરવામાં લાગી જશે. જૂના સંબંધોને તાજા કરશે તો કેટલાક લોકસભાની ચૂંટણીમાં દરેક રાજ્યમાં પ્રચાર અર્થે જવા માટેની તૈયારીના ભાગરૂપે નામ રજિસ્ટર્ડ કરાવી દેશે. આમ, આજે ભાજપ કાર્યાલય પર ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે.

રાજ્યભરનાં ભાજપ કાર્યાલયોમાં એક જ સમયે ઉજવણી
નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી તો છે જ, પરંતુ રાષ્ટ્રીય ફલક ઉપર જવાના કારણે ભાજપના ગુજરાતના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના ઉત્સાહમાં એકદમ વધારો થશે. આજે તમામ મોટા ગજાના નેતાઓ કાર્યાલય પર સાંજના પાંચ વાગ્યાથી હાજર રહેશે, જેથી સંસદીય બોર્ડમાં મોદીનું નામ જાહેર થતાંની સાથે જ અન્ય સ્થળે પણ ઉજવણીની જાણ કરી શકાય. આ ઉજવણી રાજ્યના તમામ જિલ્લાના પક્ષનાં કાર્યાલય પર પણ કરવામાં આવે તેવી એક વિચારણા પણ થઇ રહી છે અને વિધિવત્ જાહેરાત થયા બાદ મોદી માટે સન્માન સમારંભ આયોજિત કેવી રીતે કરવો? અને ક્યાં કરવો? તેનું પણ આયોજન પક્ષના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

દિવાળીની જેમ ફટાકડા ફોડાશે
દિવાળી નજીક આવી રહી હોવાના કારણે તેમજ સામાન્ય રીતે ક્રિકેટ મેચમાં થયેલી જીત હોય, લગ્નપ્રસંગ હોય કે સારા કાર્યની ઉજવણી હોય, ફટાકડા ફોડવા એ હવે ઉજવણીનો એક ભાગ બની ગયું છે. માટે આજે આટલા લાંબા સમયથી મોદીના નામની જાહેરાતની રાહ જોઇ રહેલા કાર્યકર્તાઓ ફટાકડાના બોક્સ લઇને જ કાર્યાલય પર આવવાની તૈયારી કરી ચૂક્યા છે. જેવી મોદીના નામની જાહેરાત થશે તે સાથે જ જેપી ચોકમાં ફટાકડા ફોડવાનું શરૂ થઇ જશે.

English summary
Gujarat BJP ready to celebrate declaration of Modi as PM nominee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X