For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની પ્રદેશ બેઠકમાં થશે પક્ષની કામગીરીના લેખાંજોખાં

|
Google Oneindia Gujarati News

gujarat-bjp
ગાંધીનગર, 2 જાન્યુઆરી : ગાંધીનગરમાં 3 જાન્યુઆરી, 2012ના રોજ ભાજપની પ્રદેશ બેઠક મળશે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિત અગ્રણીઓ માર્ગદર્શન આપશે. આ બેઠકમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની રણનીતિ પણ ઘડવામાં આવશે.

આ અંગે વાત કરતા ભાજપના પ્રદેશ પ્રવકતા આઇ. કે. જાડેજાએ જણાવ્યું છે કે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ગુજરાતની જનતાએ ભાજપને ભવ્ય વિજય અપાવી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લગલગાટ ત્રીજો વિજય અપાવ્યો છે. આ વાતાવરણમાં ભાજપની 'પ્રદેશ બેઠક' મહત્વની બની રહેશે.

આ બેઠક ૩ જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળશે. ગાંધીનગર સ્ટાફ ટ્રેનીંગ કોલેજ ખાતે મળનારી આ પ્રદેશ બેઠકમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ભિન્ન ભિન્ન વિષયો પર માર્ગદર્શન આપશે.

ગાંધીનગર ખાતે વિધાનસભાની ચૂંટણી બાદ યોજાનારી આ મહત્વની બેઠકમાં સંગઠન પર્વ, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની આવી રહેલી ચૂંટણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં ભાજપાના પ્રદેશ હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો, સેલના પ્રદેશ કન્વીનર - સહ કન્વીનરો, જીલ્લા ઇન્ચાર્જો તેમજ જીલ્લા પ્રમુખ - મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.

English summary
Gujarat BJP Region meeting held on 3rd January at Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X