આજે ગુજરાતના ઉમેદવારો અંગે થશે ચર્ચા, વીકે સિંહ ગાજિયાબાદથી ચૂંટણી લડશે
ગાંધીનગર, 18 માર્ચ: આજે ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત ભાજપની સંસદીય બોર્ડની બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાતના 26 ઉમેદવારોના નામ પર ફેંસલો થશે.
બુધવારે દિલ્હીમાં યોજાનારી ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિમાં ભાજપના ઉમેદવારો અંતિમ મોહર લાગશે. નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી ગુજરાતથી લડશે કે નહી, તેના પર પણ આ બેઠકમાં નિર્ણય થશે.
વીએચપી નેતા અશોક સિંઘલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી લડવાને ભાજપ માટે ફાયદાકારક ગણાવી છે. અશોક સિંઘલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારે બહુમત સાથે જીતશે.
ગાજિયાબાદ સીટ પરથી પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વીકે સિંહ લોકસભાની ચૂંટણી લડે તેવી અટકળો તેજ થઇ ગઇ છે. આશા છે કે જનરલ વી કે સિંહ ભાજપમાંથી ચૂંટણી લડી શકે છે.
સોમવારે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી કે સિંહના ગાજિયાબાદ ઓફિસ પહોંચતાં હંગામો મચ્યો હતો. વીકે સિંહના સમર્થન અને વિરોધી કાર્યકર્તાઓમાં જોરદાર ઝપાઝપી થઇ હતી.
લાલકૃષ્ણ અડવાણીએ અત્યાર સુધી ગાંધીનગરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને કોઇ અન્ય સીટ પર જવામાં તેમને રસ દાખવ્યો નથી. ભોપાલના સાંસદ કૈલાશ જોશીએ જાહેરાત કરી છે કે તે આ વખતે ચૂંટણી લડશે નહી અને તેમણે આ સીટ પરથી લાલકૃષ્ણ અડવાણીને મેદાનમાં ઉતરવા માટે આમંત્રણ આપ્યું છે.
ગુજરાતમાં ભાજપના ઉત્સાહિત યૂનિટનો દાવો છે કે પાર્ટી રાજ્યમાં 26 લોકસભા સીટોમાંથી 20-22 પર કબજો કરશે કારણ કે નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર છે. 2009માં ગુજરાતમાં પાર્ટીએ 17 સીટો જીતી હતી. રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ભારે જીત નોંધાવ્યા બાદ નેતાઓનું માનવું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે.












Click it and Unblock the Notifications
