ગુજરાત બજેટ: 15 લાખ યુવાનોને રોજગાર માટે 31,877 કરોડની લોન

આજે ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ સદનમાં ગુજરાતનું બજેટ રજુ કરી રહ્યા છે. આ બજેટમાં નીતિન પટેલે ઘણી મોટી જાહેરાતો કરી છે

આજે ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ સદનમાં ગુજરાતનું બજેટ રજુ કરી રહ્યા છે. આ બજેટમાં નીતિન પટેલે ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમને કહ્યું છે કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ 15 લાખ યુવાનોને રોજગાર માટે 31,877 કરોડની લોન અપાશે. જળ સંચય અભિયાન માટે વોટર ગ્રીડ યોજના હેઠળ 2020 સુધી 13 હજાર ગામોને નળ દ્વારા પીવાનુ પાણી પહોંચાડાશે, જેના માટે 20 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.

પ્રભાવશાળી વૃદ્ધિદર

રાજ્યના અર્થતંત્રએ છેલ્લા 6 વર્ષમાં 10% નો પ્રભાવશાળી વૃદ્ધિદર હાંસલ કર્યો છે. જે સ્થિર ભાવે દેશના મોટા રાજ્યોમાં ઉચ્ચત્તમ છે. ઉચ્ચ વિકાસદરની ગતિ જાળવી રાખતા રાજ્યના અર્થતંત્ર એ વર્ષ 2017-18 માં 11.2% નો વૃદ્ધિદર હાંસલ કર્યો છે: નીતિન પટેલ

15 લાખ યુવાનોને આગામી 3 વર્ષમાં રોજગારી મળે તેવી વ્યવસ્થા

મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના, ગ્રામોદય યોજના, વાજપાઇ બેંકેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, પશુફાર્મ ની સ્થાપના જેવી રોજગારલક્ષી અને પરિવારની આવક વધારતી યોજનાઓ દ્વારા આશરે 15 લાખ યુવાનોને આગામી 3 વર્ષમાં રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે: નીતિન પટેલ

વહાલી દીકરી યોજના

વહાલી દીકરી યોજના

દીકરીઓ માટે સરકાર 'વહાલી દીકરી યોજના' લઈને આવી છે. આ યોજના હેઠળ 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવામાં આવશે દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયાની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. આ યોજના માટે કુલ 133 કરોડ ફાળવવામાં આવ્યા છે

એક હજાર નવી એસટી બસો

એક હજાર નવી એસટી બસો

નીતિન પટેલે કહ્યું કે એક હજાર નવી એસટી બસો ખરીદાશે તેના માટે 221 કરોડની જોગવાઈ કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ નવા 22 બસ સ્ટેન્ડ અને 13 જૂના બસ સ્ટેન્ડ માટે 66 કરોડની જોગવાઈ કરવામાં આવી છે

રોજગાર ભરતી મેળા

છેલ્લા 5 વર્ષમાં રોજગાર ભરતી મેળાના માધ્યમથી આશરે 11 લાખ લોકોને રોજગારી મેળવવામાં મદદ કરી છે. સરકારી સેવાઓમાં છેલ્લા 5 વર્ષમાં 1 લાખ 18 હજાર યુવાન - યુવતીઓની ભરતી કરવામાં આવી છે. આગામી 3 વર્ષમાં અંદાજે વધુ 60 હજાર ભરતી કરવાનું આયોજન છે: નીતિન પટેલ

ખેડૂતોને વીજ જોડાણ

અમે નિર્ધાર કર્યો છે કે અત્યાર સુધીમાં જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ મેળવવા અરજી કરેલી છે તેવા તમામ ખેડૂતોને આવતી અષાઢી બીજ સુધીમાં વીજ કનેક્શન આપી દેવામાં આવશે. આમ, અત્યારે પડતર તમામ 1 લાખ 25 હજાર માંગણીઓમાં નવા વીજ કનેક્શન આપવામાં આવશે: નીતિન પટેલ

દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું પાણી બનાવવા

દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું પાણી બનાવવા

રાજ્યમાં પીવાના પાણીની ઉપલબ્ધતા વધારવા તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં જળ સલામતી સુનિશ્ચિત કરવા, દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું પાણી બનાવવા રાજ્યના દરિયાકાંઠા પર ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે: નીતિન પટેલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X