• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૭૪૨૩ કરોડની જોગવાઈ

|

નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાતનું 2020-21નું બજેટ જાહેર કરી. આ બજેટમાં ખેડૂતો માટે ઘણી લોભામણી જાહેરાતો થઈ. આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરતાં નીતિન પટેલે કહ્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારે સિંચાઇ માટેની સુવિધાઓ વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમો, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક-ઉત્પાદનોની ટેકાના ભાવે 'ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. અણધારી કુદરતી આફતો સમયે પણ અમે જગતના તાતની પડખે અડીખમ ઊભા રહ્યા છીએ. આમ, ખેડૂત કલ્યાણની વાત આવે ત્યારે અમારી સરકાર વાવણીથી વેચાણ સુધીના દરેક તબક્કે ખભેથી ખભા મિલાવીને ખેડૂતોની સાથે રહી છે.

રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે ૩૯,૦૦૦ કરોડનું ટૂંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે. જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેન્કને ચુકવવામાં આવે છે. આમ, ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે. જે માટે ૨૧૦૦૦ કરોડની જોગવાઈ.

ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરેલ છે. પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઇચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા ૧૧૯૦ કરોડની જોગવાઈ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે ૨૩૦૦ કરોડની જોગવાઈ.

કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી. પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન-ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ ૩૦,૦૦૦ સહાય આપવામાં આવશે. આવા સ્ટ્રકચરના બાંધકામ માટે એન.એ.ની મંજૂરીથી મુકિતા આપવામાં આવશે. જેના માટે ર૩૦૦ કરોડની જોગવાઈ.

કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેકટર દીઠ ૨૪૫,૦૦૦ થી ૨૬૦,૦૦૦ની સહાય તેમજ આશરે ૩૨,૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૩૫ કરોડની જોગવાઇ. વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે. હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજના જાહેરાત કરાઈ છે. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૯૦૦ એટલે કે વાર્ષિક ૧૦,૮૦૦ સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે. લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગો સેવાનો લાભ પણ મળશે, આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે ૨૫૦ કરોડની જોગવાઈ.

ખેડતો પોતાના ઉત્પાદન રાજ્યના અન્ય શહેરોમાં અથવા દેશના અન્ય ભાગો વેચાણ અર્થે લઈ જઈ શકે તે માટે સુસંગત કિસાન પરિવહન યોજનાની જાહેરાત. આ યોજના દ્વારા ખેડતો હળવા ભારવાહક વાહનની ખરીદી માટે પ૦ હજાર થી ૭પ હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે અંદાજિત પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા ૩૦ કરોડની જોગવાઇ. ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સદા આપવામાં આવશે. જે માટે ૨૧૦ કરોડની જોગવાઈ.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં, ચોખા, કઠોળ, બરછટ અનાજ, કપાસ, શેરી તથા તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સહાય આપવા૨૮૭ કરોડની જોગવાઇ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ ૭૨ કરોડની જોગવાઈ એગ્રો અને કુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા ૨૩૪ કરોડની જોગવાઈ.

દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે ૧૨ કરોડની જોગવાઈ.

NSA અજીત ડોભાલને દિલ્હી હિંસા રોકવાની જવાબદારી સોંપવામાં આવી, પોલીસને મળી પૂરી છૂટ

English summary
Gujarat budget 2020: here is what farmers got in budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more