Gujarat Budget 2023: ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર વિપક્ષ વિના રજૂ થશે ગુજરાતનુ બજેટ
ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર ગુજરાત સરકારનુ પ્રથમ બજેટ 2.0 ગુજરાતમાં વિરોધપક્ષના નેતા વિના રજૂ થશે. કોઈ વિરોધ વિના બજેટ રજૂ કરવામાં આવશે.
Gujarat Budget 2023: ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નુ આજે રજૂ થનારુ બજેટ ઐતિહાસિક હોવાની સંભાવના છે. ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં અનેક ક્ષેત્રોના વિકાસ માટે મોટુ બજેટ ફાળવવાની તૈયારી કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ બજેટ રજૂ કરશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર ગુજરાત સરકારનુ પ્રથમ બજેટ 2.0 ગુજરાતમાં વિરોધપક્ષના નેતા વિના રજૂ થશે. કોઈ વિરોધ વિના બજેટ રજૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ એક પત્રમાં કોંગ્રેસને જવાબ આપીને કહ્યુ હતુ કે કોંગ્રેસ પાસે ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી ઓછી છે માટે તેમને વિપક્ષનુ પદ ના આપી શકાય. જો કે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યુ કે ગુજરાત વિધાનસભામાં આવો કોઈ નિયમ નથી. શાસક પક્ષ પછી જે પક્ષના ધારાસભ્યો સૌથી વધુ હોય તેમને વિપક્ષનુ પદ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 2.43 લાખ કરોડ રુપિયાનુ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ વખતે બજેટ 18થી 20 ટકા વધારીને 2.50 લાખ કરોડની આસપાસ રાખવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
