Gujarat Budget 2026: ગુજરાતનું બજેટ રજૂ કરતાં પહેલાં નાણામંત્રી કનુ દેસાઈનું નિવેદન

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈ આજે સતત પાંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવશે. બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી અને CM ભૂપેન્દ્ર પટેલે મહત્વના નિવેદનો આપ્યા છે, જે સૂચવે છે કે આ બજેટ સર્વગ્રાહી અને વિકાસલક્ષી હશે.

Gujarat Budget 2026

બજેટમાં કયા ક્ષેત્રો પર રહેશે વિશેષ ધ્યાન?

નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ પૂર્વે જણાવ્યું હતું કે, આ અંદાજપત્રમાં તમામ સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર સરકારનું વિશેષ ધ્યાન રહેશે:

  • નારી શક્તિ અને યુવા શક્તિ: મહિલા સશક્તિકરણ અને યુવાનો માટે નવી તકોનું સર્જન.
  • રોજગારી: રાજ્યમાં રોજગારના નવા સ્ત્રોતો ઊભા કરવા પર ભાર.
  • ટેકનોલોજી અને સેમીકન્ડક્ટર: ગુજરાતને ટેક હબ બનાવવા માટે સેમીકન્ડક્ટર પોલિસી અને આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન.
  • ટેક્સટાઈલ અને પ્રવાસન: રાજ્યના પરંપરાગત ઉદ્યોગો અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે વિશેષ જોગવાઈઓ.

CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

બજેટ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ બજેટ છેવાડાના માનવીની સુખાકારીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જે રીતે દેશ વિકાસની રાહ પર આગળ વધી રહ્યો છે, તેમાં ગુજરાત અગ્રેસર રહે અને 'વિકસિત ભારત'ના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપે તેવું આ આયોજન હશે."

વિકસિત ભારતના લક્ષ્ય તરફ પ્રયાણ

નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2026-27નું આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નહીં, પરંતુ વિકસિત ભારતના રોડમેપને આગળ વધારનારું હશે. ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે માનવ સંસાધન વિકાસ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X