Gujarat Budget: માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20642 કરોડની જોગવાઈ
Gujarat Budget 2023: ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકારે બજેટ રજૂ કર્યું છે, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20642 કરોડની જોગવાઈ કરાઇ છે.
Gujarat Budget: આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ 2022ની ચૂંટણીમાં જંગી બહુમતિ મેળવ્યા બાદ પોતાની ટર્મનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20642 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળોને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગોના સુઆયોજીત નેટવર્કથી જોડવામાં આવ્યા છે. આગામી વર્ષોમાં આ માળખાકિય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા અને સુદ્રઢ કરવા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. આ રસ્તાઓના સુદ્રઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું અમારું લક્ષ્ય છે.
પ્રગતિ હેઠળના કામો
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2808 કરોડની જોગવાઇ.
- મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની અંદાજે 2800 કરોડની કામગીરીનું આયોજન.
- 7 વર્ષ પૂર્ણ થયા હોય તેવા રસ્તાઓનું રિસરફેસિંગની કામગીરી માટે અંદાજીત 2200 કરોડની જોગવાઈ.
- જુદા જુદા રસ્તાઓના અનુભાગોની અંદાજે 1000 કિલોમીટર લંબાઈને 10 મીટર કે 7 મીટર પહોંળા કરવાની 1679 કરોડની કામગીરીનું આયોજન.
- 962 કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર-માર્ગીય કેબલ સ્ટેઓઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ.
- સરખેજ-ગાંધીનગર હાઇવેને 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચર (છારોડી, ઉજાલા, ખોડીયાર આરઓબી) ની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્ટ્રી ય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે.
- અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને 3350 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે 615 કરોડની જોગવાઇ.
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે 3000 કિલોમીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા 1750 કરોડની અંદાજિત કિંમતના કામોને મંજૂરી આપવામાં આવી છે, જે પૈકી 1185 કિલોમીટરની કામગીરી પ્રગતિ હેઠળ, જેના માટે 600 કરોડની જોગવાઈ.
- જૂના પુલોના પુન:બાંધકામ અને મજબુતીકરણ માટે 550 કરોડની જોગવાઈ.
- 401 કરોડના ખર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તાની 80 કિલોમીટર લંબાઇની ખૂટતી કડીઓની કામગીરી પ્રગતિ હેઠળ.
- ભરૂચ દહેજ રસ્તા પર 400 કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંક્શન સુધી ૩ કિલોમીટર લંબાઈનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર જેમાં હયાત રેલવે ઓવરબ્રીજ ઉપર ડબલ હાઈટ પર રેલવે ઓવરબ્રીજની કામગીરી પ્રગતિ હેઠળ.
- ભુજ-ખાવડા-ધર્મશાળા રસ્તો 352 કરોડના ખર્ચે દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.
- રસ્તાઓનું મજબુતીકરણ, અપગ્રેડેશન, ખુટતીકડીના રસ્તાઓ અને પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટેના 2440 કરોડના આયોજન
- અંતર્ગત 25 રસ્તાઓની 693 કરોડની કામગીરી. જેના માટે 278 કરોડની જોગવાઇ.
- પી.એમ. ગતિશક્તિ અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇકવિટી ફાળા માટે 200 કરોડની જોગવાઇ.
- કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ 65ના 40 કિલોમીટર લંબાઈના રસ્તાને વિકસાવવા માટે 200 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
- સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા 218 કિલોમીટર લંબાઇના રસ્તા પૈકી 95 કિલોમીટર લંબાઇના રસ્તાઓ માટે 219 કરોડની કામગીરી. જેના માટે 140 કરોડની જોગવાઇ.
- આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે 322 કરોડની કામગીરી. જેના માટે 123 કરોડની જોગવાઇ.
રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રીજ બાંધવા અંગે
- ડી.એફ.સી.સી. રૂટ પર આવતા રેલવે લેવલ ક્રોસિંગ તેમજ અન્ય રેલવે ક્રોસિંગ્સ પર આર.ઓ.બી. ની કામગીરી પૈકી 2976 કરોડના ખર્ચે કુલ ૫૨ (બાવન) રેલવે ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ.
- ફાટક મુકત અભિયાન હેઠળ 4118 કરોડના ખર્ચે કુલ 85 આર.ઓ.બી. ની કામગીરી પ્રગતિ હેઠળ.
નવી બાબતો
- ટૂરિસ્ટ સર્કિટને જોડતાં રસ્તાઓના વિકાસ માટે 605 કરોડની જોગવાઈ.
- અંદાજીત 1600 કરોડના ખર્ચે પરિક્રમા પથના બાંધકામ અન્વયે 500 કરોડની જોગવાઈ.
- અંદાજીત 1500 કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા પાંચ રસ્તાઓ વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી, અમદાવાદ-ડાકોર, ભુજ-ભચાઉ અને રાજકોટ-ભાવનગરને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે 384 કરોડની જોગવાઈ.
- અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને 950 કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી પદ્ધતિથી ફલાયઓવર સહિત છ-માર્ગીય કરવા માટે 160 કરોડની જોગવાઈ.
- ભરૂચ-દહેજ રસ્તાને 800 કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એકસપ્રેસ-વે તરીકે વિકસાવવા માટે 160 કરોડની જોગવાઈ.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
