Gujarat Budget: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8738 કરોડની જોગવાઇ
Gujarat Budget 2023: ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકારે બજેટ રજૂ કર્યું છે, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 8738 કરોડની જોગવાઇ કરાઇ.
Gujarat Budget: આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ 2022ની ચૂંટણીમાં જંગી બહુમતિ મેળવ્યા બાદ પોતાની ટર્મનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8738 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આગામી વર્ષોમાં ખેતી, ઘરગથ્થું તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે વીજ વપરાશ વધવાની શકયતાઓને ધ્યાને લેતાં રાજ્યની જનતાને અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવા ભવિષ્યલક્ષી આયોજન સરકારે કરેલ છે.
રાજ્યના વીજ વપરાશમાં રિન્યુએબલ ઊર્જાનો હિસ્સો વધારવા માટે સૌર અને પવન ઊર્જાનું મોટાપાયે ઉત્પાદન કરવાનું આયોજન છે. ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ અને બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડિટની કામગીરીને આગળ ધપાવવામાં આવશે.
- ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570 કરોડની જોગવાઇ.
- રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સ્કિમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકિય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે 1390 કરોડની જોગવાઇ.
- વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન નેટવર્કના સુદ્રઢીકરણ માટે 1330 કરોડની જોગવાઇ.
- સબ સ્ટેશનની આસપાસની સરકારી ફાજલ જમીન પર 2500 મેગાવોટની ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેકટની સ્થાપના માટે 1185 કરોડની જોગવાઇ.
- આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે 1010 કરોડની જોગવાઇ.
- સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે 360 કરોડની જોગવાઇ.
- પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પાવર આધારિત એગ્રીકલ્ચરલ પંપ પૂરા પાડવા માટે કુલ 152 કરોડની જોગવાઇ.
- રસ્તાઓના વિસ્તૃતિકરણમાં અથવા હયાત રસ્તાઓ પર અડચણરૂપ વીજ માળખાનું શિફ્ટિંગ, રિપ્લેસમેન્ટ કરવા માટે 105 કરોડની જોગવાઇ.
- ડિસ્ટ્રિબ્યુશન લોસ ઘટાડવા અને જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડટરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં તબદીલ કરવા 100 કરોડની જોગવાઇ.
- ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરીત વીજ વાયરો, કંડકટર બદલવાની કામગીરી તથા ખેતીવાડી ફીડરોના વિભાજનની કામગીરી કરી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા 87 કરોડની જોગવાઇ.
- આદિજાતિ વિસ્તારોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સાતત્યપુર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા 52 કરોડની જોગવાઇ.
- ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઊર્જા બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવા તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડિટને પ્રોત્સાહન આપવા 20 કરોડની જોગવાઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
