ગુજરાત પેટા ચૂંટણી : BJP હીરો, કોંગ્રેસ ઝીરો

પોરબંદરની બેઠક પર વિઠ્ઠલ રાદડિયા તેમજ તેમના પુત્ર જયેશ રાદડિયાએ જેતપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યા હતા. જ્યારે આજે બંને પિતા - પુત્રએ જંગી મતથી વિજય મેળવી લીધો છે. બનાસકાંઠા બેઠક પરથી હરીભાઈ ચૌધરીનો ભાજપમાંથી વિજય થયો છે. લીંમડીની બેઠક પર કિરીટસિંહ રાણાનો વિજય અને ધોરાજી બેઠક પરથી પ્રવીણ માંકડિયાએ વિજય મેળવ્યો છે. જ્યારે મોરવા હડફ બેઠક પર પણ ભાજપના મહિલા ઉમેદવાર મિનિષા સુથાર જીતની નજીક ચાલી રહ્યા છે.
આ પરિણામોને આધારે કહી શકાય કે આગામી લોકસભા ચૂંટણી 2014માં જનતાનો ઝુકાવ કોની તરફ વધારે હશે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પરથી કદાચ અર્જુન મોઢવાડિયા રાજીનામુ આપે એવી પણ સ્થિતિ ઉભી થઇ છે. કોંગ્રેસ હાઇ કમાન્ડ પક્ષપ્રમુખ બદલવા માટે પેટાચૂંટણી પરિણામોની રાહ જોઇ રહ્યા હતા.












Click it and Unblock the Notifications
