Gujarat bypoll : બીજેપીએ વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી, જાણો ગુલાબસિંહ સામે કોણ?
Gujarat bypoll : ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી જીત્યા બાદ ખાલી પડેલી વાવ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોંગ્રેસનો ગઢ મનાતી આ બેઠક માટે કોંગ્રેસ પાર્ટીએ પહેલા જ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
વાવ વિધાનસભા સીટ માટે કોંગ્રેસ બાદ બીજેપીએ પણ ઉમેદવારની જાહેરાત કરી છે. બીજેપીએ અહીં સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે.

કોંગ્રેસ અને બીજેપી બન્ને પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કર્યા બાદ છેલ્લા કેટલાક સમયથી સતત ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. જણાવી દઈએ કે, અહીંથી કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને મેદાને ઉતાર્યા છે.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા સીટ કોંગ્રેસનો ગઢ મનાય છે. ગેનીબેન ઠાકોર અહીંથી ચૂંટણી જીત્યા હતા પરંતુ તે લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં જતા સીટ ખાલી પડી હતી. હવે આ સીટ પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
જણાવી દઈએ કે, સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.












Click it and Unblock the Notifications
