Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ વિજય જનતાનો વિજય છે અને 2022ની ચૂંટણીનુ ટ્રેલર છેઃ CM વિજય રૂપાણી

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસને સંબોધિત કરીને સીએમ વિજય રૂપાણીએ કહ્યુ કે આ જનતાનો વિજય છે અને 2022ની ચૂંટણીનુ ટ્રેલર છે.

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસને સંબોધિત કરીને સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ કે કોરોનાના સંક્રમણ વચ્ચે ગુજરાતમાં વિધાનસબાની પેટા ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા બદલ આ આઠ વિધાનસભા મતદારોનો હું આભાર માનુ છુ. આ વિજય ગુજરાતની જનતાનો વિજય છે. આ ચૂંટણીમાં કામ કરનાર કાર્યકર્તાઓની મહેનતનુ પરિણામ છે. ભાજપનો ભવ્ય વિજય થવા બદલ તમામ કાર્યકર્તાઓને પણ હાર્દિક અભિનંદન.

cm rupani

વળી, સીએમ રૂપાણીએ કહ્યુ કે ભૌગોલિક રીતે કોઈ પણ વિસ્તાર હોય કે સામાજિક દ્રષ્ટિએ કોઈ પણ સમાજ હોય, દરેક વિસ્તાર અને દરેક સમાજે ભાજપને વિજયી બનાવીને કોંગ્રેસની કબર પર છેલ્લો ખીલો મારી દીધો છે તે માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપુ છુ. આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ પરિણામ આવનારી પંચાયતોની, નગરપાલિકાઓની, મહાનગરપાલિકાઓની અને 2022ની વિધાનસભાની ચૂંટણીનુ ટ્રેલર છે.

પ્રધાનમંત્રીનો ઉલ્લેખ કરીને સીએમ વિજય રૂપાણીએ ઉમેર્યુ કે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજીના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને ગુજરાત ભાજપનો ગઢ છે એ સાબિત કરી આપ્યુ છે. પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીનુ ટ્રેલર છે અને આ વિજય જનતાનો વિજય છે. જનતાની લાગણી, અપેક્ષા, આકાંક્ષાઓને અમે પરિપૂર્ણ કરીશુ તેની ખાતરી આપીએ છીએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X