Gujarat cabinet reshuffle : નવા મંત્રીઓને વિભાગોની સોંપણી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કયો વિભાગ?
Gujarat cabinet reshuffle : ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ શુક્રવારે સાંજે નવા મંત્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે.
આ વિસ્તરણમાં સૌથી મોટો નિર્ણય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) બનાવવાનો લેવામાં આવ્યો છે.

આજે મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ બાદ તરત જ મળેલી કેબિનેટ બેઠકમાં નવા અને જૂના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.
કેબિનેટ મંત્રી
- ઋષિકેશ પટેલઃ ઉર્જા, પંચાયત અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
- જીતુ વાઘાણીઃ કૃષિ મંત્રી
- કનુભાઈ દેસાઈઃ નાણા, અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ
- કુંવરજી બાવળીયાઃ શ્રમ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય
- નરેશ પટેલઃ આદિવાસી વિકાસ, ખાદી
- અર્જુન મોઢવાડિયાઃ ક્લાઈમેટ ચેન્જ, ફોરેસ્ટ, સાયન્સ અને ટેક્નોલોજી
- પ્રદ્યુમન વાજાઃ સામાજિક ન્યાય અને આધિકારિતા, પ્રાઇમરી, સેકેન્ડરી અને પ્રૌઢ શિક્ષણ
- રમણ સોલંકીઃ ફુડ, સિવિલ સપ્લાય અને ગ્રાહકોની બાબતો
રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો)
- ઇશ્વર પટેલઃ પાણી પુરવઠા અને જળ સંપત્તિ
- પ્રફુલ પાનસેરીયાઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
- મનિષા વકીલઃ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
રાજ્યકક્ષાના મંત્રીઓ
- પુરષોત્તમ સોલંકીઃ મત્સ્ય વિભાગ
- કાંતિ અમૃતિયાઃ શ્રમ અને રોજગાર
- રમેશ કટારાઃ કૃષિ, સહકાર
- દર્શના વાઘેલાઃ અર્બન ડેવલોપમેન્ટ અને હાઉસિંગ
- પ્રવીણ માલીઃ વન અને પર્યાવરણ, વાહન-વ્યવહાર
- સ્વરૂપજી ઠાકોરઃ ખાદી અને ગ્રામોદ્યોગ
- જયરામ ગામીતઃ રમત ગમત
- રિવાબા જાડેજાઃ પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ
- પી સી બરંડાઃ આદિવાસી વિકાસ, ફુડ પુરવઠો અને ગ્રાહકોની બાબતો
- સંજય મહિડાઃ મહેસૂલ, ગ્રામિણ વિકાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ
- કમલેશ પટેલઃ નાણા, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદ સુરક્ષા
- ત્રિકમ છાંગાઃ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ
- કૌશિક વેકરિયાઃ કાયદો અને ન્યાય, એનર્જી અને પેટ્રોલ કેમિકલ્સ












Click it and Unblock the Notifications
