Gujarat cabinet reshuffle : 17 ઓક્ટોબરે ગુજરાત કેબિનેટનું વિસ્તરણ નક્કી
Gujarat cabinet reshuffle : 2022 વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવીને સત્તામાં આવેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનો અડધો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. કેબિનેટ વિસ્તરણ અને મોટા ફેરફારોની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી.

તાજેતરમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની કલાકો લાંબી બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણનો માર્ગ મોકળો થયો હતો. આ બેઠકમાં નવા મંત્રીમંડળનું માળખું નક્કી કરાયું હોવાનું માનવામાં આવે છે.
સૂત્રો અનુસાર, વર્તમાન મંત્રીમંડળમાંથી કેટલાક જૂના ચહેરાઓની બાદબાકી થઈ શકે છે, જ્યારે નવા અને યુવા ધારાસભ્યોને મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ વિસ્તરણ દ્વારા પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાતના રાજકારણમાં આ મોટા ફેરફારને દિવાળી પહેલાંના રાજકીય ધમાકા તરીકે જોવામાં આવી રહ્યો છે. નવા મંત્રીઓના શપથગ્રહણ બાદ તરત જ વિભાગોની ફાળવણી કરવામાં આવશે. રાજ્યના રાજકારણ માટે આ એક મહત્વપૂર્ણ ઘટના છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.












Click it and Unblock the Notifications
