સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 126 સીટોમાંથી 109 સીટો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે સાંજના ચાર વાગ્યા સુધીમાં કોંગ્રેસના ફાળે ખાલી 17 સીટો જ ગઇ છે. નોંધનીય છે કે નોટબંધીના લાગુ થયા બાદ ગુજરાતની આ પહેલી ચૂંટણી હતી. જેમાં ભાજપની થયેલી આ જીતને ભાજપને ભારો ભાર વખાણી છે. ભાજપના મોટા ભાગના નેતાઓ કહ્યું છે કે કોંગ્રેસના જનઆક્રોશનો જવાબ જનતાએ ભાજપની જીત દ્વારા બતાવ્યો છે.

Read Also: નોટબંધીના ગુડ આફટર શોક, નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ છે આગળ

એટલું જ નહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની આ જીતના અભિનંદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપ્યા છે. નોંધનીય છે કે આ આંકડા ગુજરાત 2017ની ચૂંટણી માટે પણ મહત્વપૂર્ણના છે.

ત્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેવા શંકરસિંહ વાધેલાએ કહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને અને 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સાથે ના સરખાવી શકાય. ત્યારે ભાજપના નેતાઓની શું પ્રતિક્રિયા છે વાંચો અહીં

નરેન્દ્ર મોદીએ માન્યો જનતાનો આભાર

નરેન્દ્ર મોદીએ માન્યો જનતાનો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની અદ્ઘભૂત જીત બાદ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. અને જણાવ્યું છે કે લોકો ખાલી વિકાસના રાજકારણમાં વિશ્વાસ કરે છે.

સીએમ વિજય રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જે જીત થઇ છે તેની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્જીકલ સ્ટ્રાઇક અને નોટબંધી જેવા નિર્ણાયક નિર્ણયો જવાબદાર છે.

મનસુખ માંડવિયા

કેન્દ્રીય રાજ્ય મુખ્યમંંત્રી તેવા મનસુખ માંડવિયાએ કહ્યું કે ભાજપની આ જીત બતાવે છે કે કેવી રીતે પ્રજાએ કોંગ્રેસને પોતાના જનઆક્રોશ બતાવ્યો છે.

જીતુ વાઘાણી

તો ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આશા વ્યક્ત કરી છે કે જે રીતે સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે તે જ રીતે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપની જ જીત થશે

English summary
Gujarat civic body election: Read here BJP and Congress Leader's reaction.
Please Wait while comments are loading...