For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કેન્દ્ર સરકારે આપ્યા એવૉર્ડ

ક્લાઇમેટ ચેન્જ વિભાગ હસ્તક ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા) દ્વારા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઉત્ક્રુષ્ટ પ્રદર્શન કરવા બદલ નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા ના કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગવંત ખુબાના હસ્તે એસોસીએશન ઓફ રિન્યુએબલ એનર્

|
Google Oneindia Gujarati News

ક્લાઇમેટ ચેન્જ વિભાગ હસ્તક ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા) દ્વારા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઉત્ક્રુષ્ટ પ્રદર્શન કરવા બદલ નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા ના કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગવંત ખુબાના હસ્તે એસોસીએશન ઓફ રિન્યુએબલ એનર્જી ઓફ સ્ટેટ (AREAS) દ્વારા કૂલ છ એવોર્ડ મેળવ્યા હતા.

AWARD

ભારત સરકારના નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા વિભાગ (MNRE) ના નેજા હેઠળ તા. ૨૭મી ઓગસ્ટ ના રોજ કેરળ રાજ્ય ના કોચીન ખાતે એસોસીએશન ઓફ રિન્યુએબલ એનર્જી ઓફ સ્ટેટ (AREAS) દ્વારા તેના આઠમાં સ્થાપના દિન નો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરેલ હતો.

ઉપરોક્ત કાર્યક્રમમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઉત્ક્રુષ્ટ પ્રદર્શન કરવા બદલ વિવિધ રાજ્યોની નોડલ એજન્સીઓ ને નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા ના કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગવંત ખુબાના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા.

ગુજરાત સરકાર ના ક્લાઇમેટ ચેન્જ વિભાગ હસ્તક રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કાર્ય કરતી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા)ને એસોસીએશન ઓફ રિન્યુએબલ એનર્જી ઓફ સ્ટેટ (AREAS) દ્વારા કૂલ છ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.

૧. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન પ્રથમ ક્રમની સૌથી વધારે પવન ઊર્જા વધારાની ક્ષમતા માટે.
૨. વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પવન ઊર્જાની 'સ્થાપિત ક્ષમતા' માટે.
૩. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન દ્વિતિય ક્રમની સૌથી વધારે સૌર ઊર્જા વધારાની ક્ષમતા માટે.
૪. વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુન:પ્રાપ્ય ઊર્જાની 'સ્થાપિત ક્ષમતા' માટે.
૫. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન દ્વિતિય ક્રમની સૌથી વધારે પુન:પ્રાપ્ય ઊર્જા વધારાની ક્ષમતા માટે.
૬. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન દ્વિતિય ક્રમની સૌથી વધારે પુન:પ્રાપ્ય ઊર્જા જનરેશન માટે.

આ કાર્યક્રમ દરમિયાન, ગુજરાત રાજ્યના ઊર્જા અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના અધિકારીઓ અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા) ના નિયામક, દ્વારા ઉપરોક્ત એવોર્ડ સ્વીકારેલ હતા.

તે નોંધવું જરૂરી છે કે ગુજરાત રાજ્ય હાલ (૧) પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૯૫૩૪ મેગા વોટ સાથે સંપૂર્ણ દેશમાં બીજા સ્થાને (૨) સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૭૯૭૩ મેગા વોટ સાથે બીજા ક્રમે જ્યારે (૩) સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા ૧૯૨૫ મેગા વોટ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

English summary
gujarat climet change department got 6 award from central gov
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X