વિજય રૂપાણીએ યોગીની જેમ શપથ વિધિમાં તોડ્યો આ અંધવિશ્વાસ

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે, ગુજરાતમાં છઠ્ઠી વાર ભાજપે પોતાની સરકાર બનાવી. 99 સીટોની બહુમતી સાથે સરકાર બનાવતી વખતે વિજય રૂપાણીએ આજે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે આ શપથ ગ્રહણ કાર્યક્રમની સાથે જ યુપીના સીએમ યોગી આદિત્યનાથની જેમ જ રૂપાણીએ પણ વર્ષોથી ચાલી આવતા એક અંધવિશ્વાસને તોડ્યો છે. ઉલ્લેખીય છે કે વર્ષોથી સીએમ પદ માટેના ઉમેદવાર 11:20 મિનિટે જ શપથ ગ્રહણ કરે છે. પણ આ વખતે નવા મુખ્યમંત્રી બનનાર વિજય રૂપાણીએ 11 વાગે જ શપથ ગ્રહણ કરીને જૂના અંધવિશ્વાસને તોડ્યો છે.

Vijay Rupani

ઉલ્લેખનીય છે કે હાલમાંજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે પણ આવો જ એક અંધવિશ્વાસ તોડ્યો હતો. ગત સોમવારે ક્રિસમસના દિવસે તેમણે નોયડા જઇને નવી મેટ્રો લાઇનનું ઉદ્ધાટન કર્યું હતું. તેવો અંધવિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશનો જે પણ મુખ્યમંત્રી નોયડા જાય છે તેની ખુરશી છીણવાઇ જાય છે. જો કે સોમવારે નોયડા પહોંચી યોગી આદિત્યનાથે આ અંધવિશ્વાસને તોડ્યો હતો. નોંધનીય છે કે આજે વિજય રૂપાણી ફરી એક ગુજરાતની જવાબદારીઓ મુખ્યમંત્રી તરીકે ઉપાડી છે. અને કાર્યક્રમમાં 18 જેટલા મુખ્યમંત્રી હાજર રહ્યા હતા જેમાં યોગી આદિત્યનાથનો પણ સમાવેશ થાય છે.

English summary
Gujarat CM Oath ceremony: Vijay Rupani Breaks BJP Myth Just Like UP CM Yogi Adityanath

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.