For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન- સ્પાર્કલ ઇન્ટરનેશનલ-૨૦૧૫નું ઉદ્દઘાટન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 4 જાન્યુઆરી: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે હિરા- ઝવેરાતના વિશ્વખ્યાત ડાયમંડ ઉદ્યોગને વધુ વ્યાપક સ્તરે માર્કેટ પુરૂં પાડવા નેટવર્કીગ - બ્રાન્ડીંગના સુગ્રથિત આયોજનની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ઉદ્યોગ નિતીમાં કલસ્ટર બેઇઝ ઔદ્યોગિક વિકાસનો જે વ્યુહ અપનાવ્યો છે. તેમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના કલસ્ટર વિકાસ સાથે ઉત્પાદનોમાં સમયાનુકુલ માંગ મુજબ વેલ્યુ એડીશનથી માર્કેટ વ્યવસ્થા અને બ્રાન્ડીંગની પણ એટલી જ આવશ્યકતા છે.

sparkle-cm-5

મુખ્યમંત્રીએ આજે હિરાનગરી સુરતમાં ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે યોજાઇ રહેલા સ્પાર્કલ ઇન્ટરનેશનલ-2015 ત્રિદિવસીય પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યુ હતું. 50 હજાર સ્કેવર ફૂટના વિશાળ પરિઘમાં પથરાયેલા આ પ્રદર્શનમાં 150 ઉપરાંત સ્ટોલ્સ અને 80 પાર્ટીસિપન્ટસ ભાગ લઇ રહ્યાં છે.

તેમણે હિરા ઉદ્યોગ કલા કારીગરીને પણ પ્રેરિત કરતો ઉદ્યોગ છે. ત્યારે આધુનિક યુગના પ્રવાહો અને તકનીક સાથે આ કૌશલ્ય સાંકળી લઇ પરંપરાગત કલા કારીગીરીનું સત્વા અને તત્વ જાળવી રાખી કુશળ વ્યવસાયિકતા વિકસાવવાની તક આપણે પૂરી પાડી છે તેમ જણાવ્યું હતું.

sparkle-cm-2

મુખ્યમંત્રીની ઉપસ્થિાતિમાં સાઉથ ગુજરાત ચેમ્બસર ઓફ કોમર્સ અને થાઇલેન્ડ રાષ્ટ્ર વચ્ચે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રના એમઓયુ સાઇન કરાયા હતા. નાણાં ઉર્જામંત્રી સૌરભ પટેલ તથા યુવક સેવા સાંસ્કૃસતિક પ્રવૃતિ રાજ્ય મંત્રી નાનુભાઇ વાનાણી, મેયર નિરંજન ઝાંઝમેરા, સાંસદો, ધારાસભ્યો અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાની નાગરિક સેવાઓનું ઓનલાઇન લોન્ચીંગ મુખ્યમંત્રીએ કર્યુ હતું. તેમણે સુરતને સલામત શહેર તથા આર્થિક સમૃદ્ધ શહેરના મળેલા બે એર્વોડઝ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના મેયર અને કમિશનરનું સન્મા‍ન કર્યુ હતું.

sparkle-cm-4

મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા'નો જે મંત્ર આપ્યો છે તેને પાર પાડવામાં હિરા ઝવેરાત ઉદ્યોગ સક્ષમ માધ્યમ છે. આ ડાયમંડની રફ પ્રોડક્ટનું અહી પોલીશીંગ અને આધુનિક ઘાટ ઘડતર સાથેનું ફિનીશીંગ કરી નિકાસ થાય છે. વડાપ્રધાનના અન્ય મહત્વપૂર્ણ સંકલ્પો સ્કીડલ ઇન્ડિયા, ડિઝીટલ ઇન્ડિયા, અને કલીન ઇન્ડિયાને હિરા ઝવેરાત ઉદ્યોગ ક્ષેત્ર રોજગાર કૌશલ્ય નિર્માણ, નેટ વર્કીગ અને સ્વચ્છતા સફાઇમાં યોગદાનથી સુપેરે સાકાર કરે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આનંદીબહેને સુરતમાં દેશના સૌથી મોટા હિરાબુર્સના નિર્માણની તેમજ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZ ની સ્થાપના માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

sparkle-cm-2

સ્પાર્કલની આ પ્રદર્શની ઉત્તરોત્તર સફળતાને વરી છે તે માટે અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ ઉર્મેયુ કે આવા પ્રદર્શન દ્વારા હિરા ઝવેરાત ઉદ્યોગકારોના શક્તિ સામર્થ્યનો દેશ અને દુનિયાને ભલિભાંતી પરિચય થાય છે.

નાણા-ઉર્જામંત્રી સૌરભ પટેલે વિશ્વમાં હિરા-ઝવેરાતના ક્ષેત્રે સુખ્યાત સુરતે વાયબ્રન્ટ સમિટના 2003માં થયેલા પ્રારંભ સાથે જ આ સ્પાર્કલનો પણ આરંભ થયો તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો. વાઇબ્રન્ટની ઉત્તરોત્તર સફળતાને પગલે સ્પાર્કલ પણ ગતિ-પ્રગતિ પામ્યું છે તેમાં હિરા-ઝવેરાત ઉદ્યોગકારોના યોગદાનની તેમણે સરાહના કરી હતી.

sparkle-cm-1

રાજ્યમાં રોજગાર સર્જનને વિશેષ પ્રોત્સાતહન આપવા નવી ઉદ્યોગ નિતીમાં મુખ્યમંત્રી આનંદીબહેનના દ્રષ્ટિવંત આયોજનમાં ‘મેક ઇન ઈન્ડિયા'થી સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું. નાણામંત્રીએ આવા પ્રદર્શનો સાથે આર્થિક- વ્યવસાયિક વિકાસ માટે બી-ટુ-બી (બિઝનેસ ટુ બિઝનેસ) મીટને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. હિરા-ઝવેરાત વ્યાપારક્ષેત્રને આથી આગવી ઓળખ મળશે તેમ સૌરભ પટેલે ઉમેર્યું હતું.

જેમ્સ-જ્વેલરી ક્ષેત્રના એકમો-વ્યહવસાયિકોના પ્રશ્નો અંગે કેન્દ્રે સરકારે વિધેયાત્મનક પ્રતિસાદ આપ્યો છે તેમ પણ નાણામંત્રીએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું. સુરતમાં હિરા-ઝવેરાતના વ્યવસાય ઉત્પાદન-વેચાણ માટે નોટિફાઈડ એરિયા વિશે પણ સરકારનું મન ખૂલ્લું હોવાનો ઉલ્લેખ નાણામંત્રીએ કર્યો હતો.

sparkle-cm

સુરતના પ્રથમ નાગરિક નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, હીરાની ચમક અને શીલ્પલનો ચળકાટ ધરાવતા ‘સુરત'ને રાજ્યના કમાઉ દિકરા તરીકના પ્રેમનું સૌભાગ્યે સાંપડ્યું છે.

મુંબઇ ખાતેના શ્રીલંકાના કોન્સશલ જનરલ સરોજા સીરીસેનાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં ગુજરાત અને શ્રીલંકાની સાંસ્કૃતિક પરંપરાની ભાષાઓમાં સામ્યાતા હોય, આવા માધ્યામો થકી સંબધો વધુ સૌમ્ય રહે તેવી અભિલાષા વ્યાકત કરી હતી. આ અવસરે સ્પાર્કલના ચેરમેન પરેશભાઈ પટેલ તથા જેમ્સ એન્ડ જ્વેલરીના ચેરમેન વિપુલ શાહે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

English summary
Gujarat Chief Minister Anandiben Patel today stressed on the need for strategic planning for proper networking, branding and value addition to develop India’s diamond and jewelry industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X