ગુજરાતના મુખ્યમંત્રીનો 62મો જન્મ દિવસ છે આજે, કરશે આમ ઉજવણી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 62માં જન્મ દિવસ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં પૂર બાદ રૂપાણી અને તેમના મંત્રાલયના 12 જેટલા મંત્રીઓ હાલ બનાસકાંઠા ખાતે છે. અને તેમના જન્મ દિવસ નિમિત્તે પણ બનાસકાંઠામાં પૂરગ્રસ્ત લોકોની વચ્ચે જ પોતાના જન્મ દિવસની ઉજવણી કરશે. મ્યાનમારના રંગુનમાં જન્મેલા રૂપાણીની કર્મભૂમિ અને રાજકીય કારર્કિર્દીની શરૂઆત રાજકોટથી જ થઇ હતી. અને તે જ્યારે નાના હતા ત્યારે પરિવારના લોકો તેમને વીરુ કહીને બોલવતા હતા. 

cm rupani

ત્યારે સવારથી જ સોશ્યલ મીડિયા પર ભાજપના અનેક મોટા નેતાઓ વિજય રૂપાણીને તેમના જન્મ દિવસ માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે આનંદીબેનની અચાનક નિવૃત્તિ બાદ શાહ અને મોદીએ રૂપાણી પણ વિશ્વાસ મૂક્યો હતો અને તેમને રાજ્યના મુખ્મમંત્રી બનાવ્યા હતા. ત્યારે વનઇન્ડિયા તરફથી પણ અમે મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવીએ છીએ.

English summary
Gujarat CM Vijay Rupani Birthday. Read here how he celebrate this day
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.