ગુજરાતમાં ઠંડી યથાવત, ગાંધીનગરમાં સૌથી ઓછુ 6.3 ડિગ્રી નોંધાયુ તાપમાન

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. જાણો લેટેસ્ટ અપડેટ.

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. અમદાવાદમાં પણ છેલ્લા ઘણા દિવસોથી લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યુ છે. ગાંધીનગર અને ડીસામાં પણ બે-ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં સૌથી ઓછુ તાપમાન 6.3 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. અમદાવાદ અને વડોદરા સહિત ઘણા શહેરોમાં પારો ગગડ્યો છે.

cold wave

કચ્છના નલિયાનુ તાપમાન 7.8 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. અમદાવાદ શહેરનુ તાપમાન 8.8 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. જ્યારે ડીસા અને પાટણનુ તાપામન 9.8 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. પોરબંદર શહેરનુ તાપમાન 10.3 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

રવિવારે અમદાવાદનુ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધીને 31.1 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 4.1 ડિગ્રી ઘટીને 8.8 ડિગ્રી નોંધાયુ હતુ. 24 જાન્યુઆરીએ અમદાવાદમાં 10 વર્ષ બાદ સૌથી ઓછુ 6.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. ત્યારબાદ રવિવારે અમદાવાદમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

માઉન્ટ આબુમાં તાપમાનમાં વધારો થયો છે. એક દિવસમાં તાપમાનમાં વધારો નોંધવામાં આવ્યો છે. ઠંડીનો પારો વધીને 2 ડિગ્રી નોંધવામાં આવ્યો છે. ઠંડીમાં રાહત મળતા સહેલાણીઓને થોડી રાહત મળી છે. જો કે, માઉન્ટ આબુના અચલગઢ અને ગુરુશિખર વિસ્તારમાં ઠંડીનુ જોર યથાવત રહેતા આ વિસ્તારમાં ઠંડા પવનનના સુસવાટા સાથે વાતાવરણ ઠંડુ અનુભવાઈ રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X